ઘરે બનાવો ઢાબા સ્ટાઈલ ટેસ્ટી દાલ-બાટી! આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ શોર્ટ રેસીપી.
ઘઉંનો લોટ ,રવો ,અજમો ,મીઠું અને ઘીનું મોણ નાખી કઠણ લોટ બાંધો. 20 મિનિટ રહેવા દો.
લોટના ગોળ લુઆ બનાવી મીડીયમ સાઈઝની બાટી વાળી લો.
બાટી મેકરમાં અથવા ઓવનમાં ધીમી આંચે બંને બાજુ ગુલાબી થાય ત્યાં સુધી શેકો.
મગ, મસૂર, ચણા અને તુવેર દાળને મિક્સ કરી કુકરમાં બરાબર બાફી લો.
તેલમાં રાઈ-જીરું, હિંગ, ડુંગળી, આદુ-લસણની પેસ્ટ અને ટામેટાં સાંતળી મસાલા ઉમેરો.
મસાલામાં બાફેલી દાળ ઉમેરો. 2-4 ઉભરા લાવો અને ઉપરથી ગરમ મસાલો અને કોથમીર નાખો.
ગરમ બાટીને વચ્ચેથી તોડી શુદ્ધ ઘીમાં ડબોળીને દાળ સાથે ગરમાગરમ પીરસો!
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.