રાજમા ખૂબ જ સ્વાદિષ્ટ અને મસાલેદાર શાક હોય છે. ભોજનમાં રાજમા ચાવલ, રાજમા પરાઠા અને રાજમા રોટી સાથે ખાવાથી તે ભોજનને સ્વાદિષ્ટ બનાવી દે છે.
રેસ્ટોરન્ટ જેવા પંજાબી રાજમા ચાવલ ઘરે ખાવા મળી જાયો તો મજા પડી જાય. પરંતુ દરેક લોકોથી રેસ્ટોરાં જેવા પંજાબી રાજમા ચાવલ બનતા નથી. તો ગુજરાતી જાગરણ અહીં પરફેક્ટ રેસિપી જણાવશે.
રાજમા, ડુંગળી, ટામેટાં, આદુ-લસણની પેસ્ટ, હળદર,ધાણાજીરું, લાલ મરચું પાઉડર, ગરમ મસાલો, જીરું-રાઈ, હિંગ, કોથમરી, મીઠું, તેલ, પાણી.
સૌથી પહેલા રાજમાને પાણીથી ધોઈને પ્રેશર કૂકરમાં પાણી,મીઠું અને હળદર પાવડર નાખીને કૂકરનું ઢાંકણ બંધ કરીને 3-4 સીટી વાગે ત્યાં સુધી બાફી લો.
પંજાબી રાજમા મસાલામાં સૌથી મહત્વનો તેનો વઘાર છે. હવે એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, જીરું અને હિંગ ઉમેરીને સાંતળી લો.
હવે તેમાં ડુંગળી, આદુ-લસણની પેસ્ટ નાખીને 1 મિનિટ સુધી સાંતળી લો. ડુંગળી આદુ અને લસણની સ્વાગ ગજબ આવશે.
હવે તેમાં ટામેટાં, ધાણાજીરું, લાલ મરચું પાઉડર,બાફેલા રાજમાને નાખીને બધી વસ્તુઓને બરાબર મિક્સ કરીને પકાવી લો.
હવે તેમાં ગરમ મસાલો અને કોથમીર નાખીને મિક્સ કરીને સર્વ કરો. રેસિપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી વધુ રેસિપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.