Dhokla Recipe: મગની દાળના ઢોકળાની રેસિપી


By Jivan Kapuriya11, Oct 2025 12:42 PMgujaratijagran.com

મગની દાળના ઢોકળા

ઢોકળા તો તમે ખાધા હશે, પરંતુ આજે અમે તમને મગની દાળના ખાટ્ટા ઢોકળા બનાવવાની યુનિક રેસીપી જણાવીશું.

સામગ્રી

પલાળેલ મગની દાળ, રવા, દહીં, મીઠું, આદુ, મરચું, તેલ, ઈનો ફ્રુટ સોલ્ટ, લીંબુનો રસ, ટામેટા, લસણ, સૂકા લાલ મરચા, આમલી, ગોળ, ધાણાના પાન.

સ્ટેપ-1

સૌ પ્રથમ મગને બાફી લો અથવા આખી રાત પલાળી પણ શકો છો. હવે એક મિક્સર જારમાં આદુ, મરચાં અને બાફેલા મગ નાખીને ગ્રાઈન્ડ કરી લો.

સ્ટેપ-2

હવે એક બાઉલમાં મગની પેસ્ટ, રવો, દહીં અને પાણી ઉમેરીને મિક્સ કરી લો. હવે આ બેટરમાં મીઠું, ખાંડ, ફ્રૂટ સોલ્ટ અથવા ઇનો અને થોડું પાણી ઉમેરીને ફરીથી મિક્સ કરી લો.

સ્ટેપ-3

હવે એક ઢોકળીયાને તેલથી ગ્રીસ કરી તેમાં બેટર રેડી ઉપર લાલ મરચું પાઉડર છાંટીને સ્ટીમ કરી લો. હવે એક પેનમાં તેલ ગરમ કરી વઘાર કરીને સ્ટીમ ઢોકળા ઉપર નાખીને છરી વડે ટુકડા કરી લો.

સર્વ કરો

તૈયાર છે મગના ઢોકળા તમે ચટણી સાથે સર્વ કરી શકો છો. રેસીપી ગમે તો લાઈક-શેર કરજો અને આવી યુનિક રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મસાલેદાર ચણા જોર ગરમ બનાવવાની સરળ રીત