શિયાળામાં ઘરે બનાવો ટામેટાનો ટેસ્ટી સૂપ


By Dimpal Goyal11, Nov 2025 02:50 PMgujaratijagran.com

ટામેટા સૂપ

શિયાળામાં ગરમ ગરમ સૂપ પીવાથી શરીર ગરમ રહે છે અને પોષણ પણ મળે છે. આ રેસિપીમાં હોટેલ જેવું ટેસ્ટી ટામેટા સૂપ ઘરે જ બનાવી શકાય છે.

સામગ્રી

ટામેટા 1 કિલો, ગાજર 2 નંગ, બીટ 1 નંગ, આદુ 1 નાનો ટુકડો, ખાંડ કે ગોળ 1 ચમચી, લીલા મરચા 4 નંગ, કાળા મરી 4 નંગ, લસણ 5 કળી, મીઠું સ્વાદ અનુસાર, લીલી કોથમીર, ફુદીનાના પાન

સ્ટેપ 1

તાજા ટામેટા સારી રીતે ધોઈ લો. કપડાની મદદથી ટામેટાના છાલ દૂર કરો.

સ્ટેપ 2

બીટ, ગાજર અને આદુ સારી રીતે ધોઈને છાલ ઉતારવી. લીલા મરચા, કોથમીર અને ફુદીનાના પાન ધોઈને મોટા ટુકડામાં કાપો.

સ્ટેપ 3

એક પ્રેશર કુકરમાં ટામેટા, ગાજર, બીટ અને અન્ય શાકભાજી નાંખો, જરૂરી પ્રમાણે પાણી ઉમેરો. 4–5 સીટી વાગે ત્યાં સુધી બાફો, બફાઈ ગયા પછી કુકર થોડું ઠંડુ થવા દો.

સ્ટેપ 4

હવે મિક્સર જારમાં બધી બાફેલી શાકભાજી નાખી પાતળી પેસ્ટ બનાવો. પછી ગરણી વડે ગાળી લો જેથી સૂપમાં કોઈ છાલ ન રહે.

સ્ટેપ 5

કઢાઇ અથવા તપેલીમાં સૂપ મૂકી, જરૂરી પાણી ઉમેરો અને થોડીવાર પકવા દો. સ્વાદ મુજબ મીઠું, કાળા મરી પાવડર અને 1 ચમચી ખાંડ કે ગોળ ઉમેરો.

સ્ટેપ 6

ત્યારબાદ સૂપ થોડું ઘટ્ટ થાય ત્યારે ગેસ બંધ કરો, તાજું કોથમીર અને ફુદીનાના પાન ઉમેરો.તમે ઇચ્છો તો ફ્રેશ ક્રીમ પણ ઉમેરી શકો છે.

ટામેટા સૂપ ક્યારે પીવું?

ગરમા ગરમ સૂપ શિયાળાની સવારે, સાંજે કે રાત્રે પી શકાય છે.

વાંચતા રહો

અવનવી વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઓવન વગર ઘરે કપકેક કેવી રીતે બનાવશો?