શિયાળામાં ઘરે બનાવો ટેસ્ટી દૂધીનો હલવો


By Dimpal Goyal12, Nov 2025 04:22 PMgujaratijagran.com

દૂધીનો હલવો

શિયાળાની ઠંડીમાં ગરમાગરમ દૂધીનો હલવો ખાવાનો મજા જ કંઈક અલગ હોય છે. નરમ મલાઈ, સુગંધિત એલચી અને સૂકા મેવાથી ભરેલો આ હલવો એવી મીઠાશ આપે કે મન પ્રસન્ન થઈ જાય. ચાલો, આજે બનાવી લઈએ ઘરમાં જ બનાવેલો સ્વાદિષ્ટ દૂધીનો હલવો.

સામગ્રી

છીણેલી દૂધી, દૂધ, દૂધની મલાઇ, ઘી, ખાંડ, મિલ્ક પાઉડર, કાજુ, બદામ, કિશમિશ, એલાઇચીનો પાઉડર.

સ્ટેપ 1

સૌ પ્રથમ તાજી દૂધી લો, તેની છાલ ઉતારી છીણી લો. હવે છીણેલી દૂધીને હળવેથી નિચોવી લો જેથી વધારાનું પાણી નીકળી જાય.

સ્ટેપ 2

એક કડાઈમાં દૂધ ગરમ કરો. દૂધ ઉકળે ત્યારે તેમાં છીણેલી દૂધી ઉમેરો. સાથે દૂધની મલાઈ પણ નાખી દો. હવે ધીમા તાપે હલાવતા રહો.

સ્ટેપ 3

હવે ધીમા તાપે સતત હલાવતા હલાવતા દૂધી અને દૂધનું મિશ્રણ ઘટ્ટ થવા દો. નીચે દાઝી ન જાય તે ખાસ ધ્યાન રાખો.

સ્ટેપ 4

જ્યારે દૂધ અડધું રહી જાય ત્યારે તેમાં ખાંડ ઉમેરો. ખાંડ ઓગળીને પાણી છોડે ત્યારે તેમાં મિલ્ક પાઉડર ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 5

હવે ધીમા તાપે હલાવતા રહો જ્યાં સુધી હલવો ઘટ્ટ થઈને ચમચાથી છૂટો પડવા લાગે. આ સમયે તમે થોડું ઘી પણ ઉમેરી શકો.

સ્ટેપ 6

ગેસ બંધ કરો. હવે તેમાં એલચીનો પાઉડર નાખી મિક્સ કરો.

સર્વ કરો

હવે હલવો તૈયાર છે! ઉપરથી બદામ, પિસ્તા અને કિશમિશની કતરણી છાંટો. ગરમાગરમ સર્વ કરો અથવા ઠંડો કરીને ફ્રિજમાં રાખો બંને રીતે સ્વાદ અદભૂત લાગે!

વાંચતા રહો

આવી જ અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

Children Day 2025: બાળ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે?