ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ આપણા નાનકડા બાળકો માટે સમર્પિત છે . તેમના અધિકારો, સુખાકારી અને સમાજમાં તેમના મહત્વની યાદ અપાવવા માટે.
બાળ દિવસની ઉજવણી પંડિત જવાહરલાલ નેહરુના જન્મદિવસે કરવામાં આવે છે. તેમને બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો અને તેથી જ તેમને સૌ સ્નેહથી ‘ચાચા નેહરુ’કહેતા.
નેહરુજી માનતા હતા કે “આજના બાળકો આવતીકાલના નાગરિક છે.” તેમણે બાળકોના શિક્ષણ, આરોગ્ય અને વિકાસ માટે અનેક યોજનાઓ શરૂ કરી.
પ્રારંભિક સમયમાં ભારતમાં 20 નવેમ્બરના રોજ બાળ દિવસ ઉજવવામાં આવતો, કારણ કે તે દિવસ યુનિસેફ દ્વારા વિશ્વ બાળ દિવસ તરીકે માન્ય છે. પરંતુ 1964માં નેહરુજીના અવસાન બાદ, સંસદે તેમના જન્મદિવસ 14 નવેમ્બરને બાળ દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય લીધો.
આ દિવસ આપણને યાદ અપાવે છે કે બાળકો આપણા સમાજનું ભવિષ્ય છે. તેમને યોગ્ય શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષિત વાતાવરણ પૂરો પાડવો એ દરેક વયસ્કની જવાબદારી છે.
આ દિવસે શાળાઓ અને કોલેજોમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાય છે જેમ કે નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, નૃત્ય અને ગાયન સ્પર્ધાઓ. બાળકોને ઇનામ આપી પ્રોત્સાહન આપવામાં આવે છે.
બાળ દિવસ આપણને શીખવે છે કે દરેક બાળક એક અનોખી પ્રતિભા છે. તેમને પ્રેમ, સંરક્ષણ અને યોગ્ય તક આપવીએ જ સાચી ઉજવણી છે. ચાલો, આ બાળ દિવસ પર આપણે દરેક બાળકના સ્મિતની કદર કરીએ.
અવનવી વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.