સવારે રોજ રોજ નાસ્તામાં શું બનાવવું એ મોટો પ્રશ્ન છે, આપણે ઝડપથી બની જાય એવો ઓપ્શન પસંદ કરીએ છીએ, પરંતુ આજે આપણે બનાવીશું હેલ્થી અને ટેસ્ટી ઉપમા, જે ન માત્ર ઝડપથી બને છે પણ તમને આખો દિવસ એનર્જી આપશે અને લાંબા સમય સુધી ભરપૂર રાખશે.
1 કપ સોજી, 2 બારીક સમારેલા ટામેટા, 1 બારીક સમારેલી ડુંગળી, 1 બારીક સમારેલ લીલું મરચું, 1 ચમચી રાઈ, 1 સૂકું લાલ મરચું, 6-7 મીઠા લીમડાના પાન, 1/4 ચમચી હિંગ, સ્વાદ અનુસાર મીઠું , સીંગદાણા, જરૂર મુજબ ગરમ પાણી, જરૂર ¼ ટીસ્પૂન હળદર, થોડો લીંબુનો રસ, ગાર્નિશિંગ માટે કોથમીર
ટામેટા, ડુંગળી અને લીલા મરચાં બારીક સમારી લો.
એક પેનમાં થોડું તેલ ગરમ કરો, તેમાં રાઈ નાખો, અને રાઈ તતડે એટલે તેમાં હિંગ, સૂકું લાલ મરચું અને મીઠા લીમડાના પાન ઉમેરો.
હવે તેમાં ડુંગળી અને સીંગદાણા ઉમેરો, તેને સોનેરી બ્રાઉન કલરનું થવા દો. ત્યારબાદ ટામેટા, લીલા મરચા, મીઠું અને હળદર ઉમેરી થોડું પાણી ઉમેરો.
સોજીને ધોઈને આ મિશ્રણમાં ઉમેરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠો ન પડે. ધીમી આંચ પર થોડી વાર માટે થવા દો જ્યાં સુધી ઉપમા નરમ અને ફુલેલા બને.
ઉપમા તૈયાર થાય પછી તેમાં લીંબુનો રસ છાંટી દો, કોથમીરથી ગાર્નિશ કરો અને ગરમ ગરમ સર્વ કરો.
તમે ઈચ્છો તો તેમાં કાપેલા શાકભાજી જેમ કે ગાજર, મટર કે કેપ્સિકમ પણ ઉમેરી શકો છો. તેમજ ઘીનો એક ચમચો ઉમેરવાથી ઉપમાનો સ્વાદ દોઢો થઇ જાય છે!
અવનવી વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.