સવારના નાસ્તામાં ફટાફટ બનાવો ઇન્સ્ટન્ટ સુરતી સેવ ખમણી


By Dimpal Goyal02, Feb 2026 08:51 AMgujaratijagran.com

સુરતી સેવ ખમણી

સેવ ખમણી એ સુરતની પ્રખ્યાત અને સ્વાદિષ્ટ ગુજરાતી ફરસાણ વાનગી છે.સવાર સવારમાં ગરમા ગરમ નાસ્તો મળી જાય તો મોજ પડી જાય. ત્યારે તમે સુરતી સેવ ખમણી બનાવી શકો છો.

સામગ્રી

ચણાની દાળ, દાડમ, નાઈનોલ સેવ, કાજુ, મીઠું, હળદર, હીંગ, ઈનો, તેલ, પાણી, ખાંડ, રાઈ, આદુ, લીલા મરચા, મીઠા લીમડાના પાન, લીંબુ, લીલા ધાણા

દાળ પીસવી

પલાળેલી ચણાની દાળમાં મરચા, આદુ, લસણ અને મીઠું ઉમેરીને મધ્યમ કરકરું મિશ્રણ પીસી લો.

ખમણ તૈયાર કરવા

મિશ્રણમાં હળદર અને ઈનો ઉમેરી, ઢોકળીયામાં 15-20 મિનિટ વરાળમાં બફાવા દો.

ખમણી બનાવવી

તૈયાર થયેલા ખમણને ઠંડા થવા દો અને ત્યારબાદ તેને હાથથી અથવા છીણીની મદદથી છીણી લો (ભૂકો કરો).

વઘાર અને મિશ્રણ

એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ, હિંગ અને મરચાનો વઘાર કરો. છીણેલા ખમણમાં ખાંડ-લીંબુનું પાણી અને વઘાર ઉમેરીને સારી રીતે મિક્સ કરો.

સર્વિંગ

તૈયાર સેવ ખમણીને પ્લેટમાં કાઢી, ઉપર વધુ સેવ, દાડમ અને કોથમીર ભભરાવીને પીરસો.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચોખાના લોટના લાડુ બનાવવાની રીત