ઠંડીના દિવસોમાં બનાવો ઝટપટ મૂળાની ચટણી


By Dimpal Goyal12, Nov 2025 08:48 AMgujaratijagran.com

મૂળાની ચટણી

શિયાળો એટલે સ્વાદિષ્ટ ખાવાનું મૌસમ! માર્કેટમાં તાજી શાકભાજી મળવા લાગે છે અને એમાં સૌથી ખાસ છે મૂળો. મૂળાથી બનેલી ચટણી ભોજનને વધુ મઝેદાર બનાવી દે છે. ચાલો, જાણી લઈએ કેવી રીતે બનાવવી મૂળાની ઈન્સ્ટન્ટ ચટણી જે સ્વાદમાં તીખી અને તાજગીથી ભરપૂર છે.

સામગ્રી

1 મધ્યમ કદનો મૂળો, 2 ટામેટા, 4-5 લસણની કળીઓ, 1 લીલું મરચું, લીલી કોથમીર, મીઠું સ્વાદ મુજબ, ½ ચમચી જીરું પાઉડર, ½ ચમચી ચાટ મસાલો, ½ ચમચી આમચુર પાઉડર, લીંબુનો રસ

સ્ટેપ 1

પેનમાં થોડું તેલ ગરમ કરો. તેમાં બે ભાગમાં કાપેલા ટામેટા, લસણની કળીઓ અને લીલું મરચું ઉમેરો. ઉપરથી થોડું મીઠું છાંટી મધ્યમ તાપે શેકો ત્યાં સુધી કે ટામેટા નરમ થઈ જાય.

સ્ટેપ 2

મૂળાને ધોઈને છોલી લો અને ખમણી વડે છીણી લો. એક બાઉલમાં બાજુ પર રાખી દો.

સ્ટેપ 3

શેકેલા ટામેટા, લસણ અને મરચાંની છાલ ઉતારી લો. ખાડણીમાં નાખી કોથમીર સાથે ખાંડો અને મિશ્રણને પેસ્ટ જેવા બનાવો.

સ્ટેપ 4

હવે તેમાં છીણેલો મૂળો ઉમેરો. મીઠું, જીરું પાઉડર, આમચુર પાઉડર (અથવા લીંબૂનો રસ) અને ચાટ મસાલો ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો.

સવૅ કરો

આ ચટણી તમે રોટલી, પરાઠા અથવા ભાત સાથે પીરસી શકો છો. શિયાળાની ઠંડીમાં આ તાજી ચટણી ભોજનને નવી મજા આપે છે.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

શિયાળામાં ઘરે બનાવો ટામેટાનો ટેસ્ટી સૂપ