ચોમાસાના દિવસોમાં જ્યારે વરસાદી વાતાવરણમાં કંઇક ચટપટું અને ક્રિસ્પી ખાવાનું મન થાય, ત્યારે ચણાદાળ વડા એક પરફેક્ટ વિકલ્પ છે. બહારથી કરકરા અને અંદરથી નરમ ચા સાથે તેનો સ્વાદ બમણો લાગે છે.
1 કપ ચણાની દાળ, 2 લીલા મરચાની પેસ્ટ, 1 ઝીણી સમારેલી ડુંગળી, 1/2 આદુની પેસ્ટ, 3-4 મીઠા લીમડાના પાન, 1 ચમચી હિંગ, 1/2 ચમચી હળદર પાઉડર, 1/2 ચમચી લાલ મરચું પાઉડર, 1/2 ચમચી ધાણા જીરું પાવડર, 1/2 ચમચી જીરું, 1 ચમચી પલાળેલી ચણાની દાળ, 1 નાની વાટકી સમારેલી કોથમીર, તળવા માટે તેલ, સ્વાદ અનુસાર મીઠું
ચણાની દાળને 3 કલાક પાણીમાં પલાળો, ત્યારબાદ પાણી કાઢી મિક્ષર ગ્રાઇન્ડરમાં હળવેથી ક્રશ કરો (થોડી કરકરી રહે તેવી).
તૈયાર દાળની પેસ્ટમાં લીલા મરચાની પેસ્ટ, સમારેલી ડુંગળી, આદુની પેસ્ટ, મીઠા લીમડાના પાન અને હિંગ ઉમેરો. હવે તેમાં હળદર, લાલ મરચું, ધાણા-જીરું પાવડર, જીરું, આખી દાળ અને કોથમીર ઉમેરીને સારી રીતે મિક્સ કરો.
તૈયાર મિશ્રણમાંથી નાના વડા આકાર આપો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય ત્યારે વડા ધીમા-મધ્યમ તાપે તળો, બંને બાજુથી ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી.
તળ્યા બાદ વડા પેપર પર કાઢી લો જેથી વધારાનું તેલ શોષાઈ જાય. ગરમાગરમ વડા ચા અથવા લીલી ચટણી સાથે સર્વ કરો.
વડાને વધુ ક્રિસ્પી બનાવવા માટે દાળને પૂરી રીતે ન પીસો – થોડું કરકરું ટેક્સ્ચર રાખો,તમે ઇચ્છો તો તેમાં થોડા સમારેલા કાંદા અથવા લીલા ધાણા વધારે ઉમેરી શકો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.