શિયાળો આવી રહ્યો છે અને ઠંડી વઘતી જાય ત્યારે દેશી વાનગીઓનું સ્વાદ નિખરતું હોય છે. ખાસ કરીને લસણની વાનગીઓ શિયાળામાં ખાસ માણવા જેવી લાગે છે. જો તમે ઘરે જ ઢાબા સ્ટાઇલ લસણની કળીનું શાક બનાવવું ઇચ્છો તો આ સરળ રેસીપી અપનાવી શકો છો.
સૂકા લસણની કળીઓ (ફોલેલી), જીરુ, લીલા મરચા, ટામેટા, ડુંગળી, લાલ મરચું, તેલ, ચવાણી, સીંગદાણા, મીઠું, લીલા ધાણા, હિંગ, હળદર
કઢાઈમાં તેલ ગરમ કરો. ત્યારબાદ લસણની કળીઓ ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળો. પછી તેને અલગ વાસણમાં કાઢી લો.
એ જ કઢાઈમાં થોડું વધુ તેલ લો, તેમાં જીરું અને હીંગ ઉમેરીને ફૂટવા દો.
પછી કાપેલા લીલા મરચા, ટામેટા અને ડુંગળી ઉમેરો અને થોડોક સમય ચઢવા દો.
હવે મીઠું, લાલ મરચું, સીંગદાણા અને ચવાણા ભુક્કો ઉમેરો. થોડું પાણી ઉમેરીને શાકને સારી રીતે ચડવા દો.
શાક સારી રીતે ચડી જાય ત્યારે તળેલી લસણની કળીઓ ઉમેરી અને ઢાંકીને થોડોક સમય ચઢવા દો.
છેલ્લે કાપેલા લીલા ધાણા સાથે શાકને સજાવો. આ લસણની કળીનું શાક ગરમ ગરમ રોટલા, ભાખરી કે રોટલી સાથે પીરસો. ઢાબા સ્ટાઇલ સ્વાદ તમારા ઘરમાં જ માણી શકાશે!
રેસીપીની સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.