શિયાળાની ઋતુ આવી એટલે મીઠાઈમાં ગુંદરના લાડુ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આ લાડુ સ્વાદિષ્ટ હોવા સાથે શરીરને ગરમી આપે છે અને તંદુરસ્ત રહેવામાં પણ મદદ કરે છે. તમે તેને બજારમાંથી ખરીદવાની જરૂર નથી ,આ સરળ રેસીપીથી તમે ઘરે જ બનાવી શકો છો!
1/2 કપ- ગુંદર,2 કપ ઘઉંનો લોટ, એક કપ- ઘી, સ્વાદ મુજબ પાઉડર સુગર, બારીક સમારેલા 2 ચમચી કાજુ બારીક સમારેલી 2 ચમચી બદામ, 10-12 કિસમિસ, 1/2 ચમચી ઈલાયચી પાવડર
એક તપેલી ગરમ કરો અને તેમાં 2-3 ચમચી ઘી ઉમેરો. હવે તેમાં ગુંદર નાખો અને ધીમા તાપે શેકો.
ગુંદર ફૂલી જાય પછી તેને કાઢી લો અને થોડી ઠંડી થાય પછી હળવેથી ક્રશ કરી લો.
એ જ તપેલીમાં કાજુ, બદામ અને કિસમિસ હળવેથી શેકી લો અને અલગ રાખો.
હવે બાકીનું ઘી તપેલીમાં ઉમેરો, તેમાં ઘઉંનો લોટ નાખો અને મધ્યમ તાપ પર સુગંધ આવવા સુધી ગોલ્ડન કલરનો થાય ત્યાં સુધી શેકો.
શેકાયેલો લોટ થોડીવાર ઠંડો થવા દો, પછી તેમાં મેવો, ગુંદર અને ઈલાયચી પાવડર ઉમેરો. બધું સારી રીતે મિક્સ કરો.
જ્યારે મિશ્રણ હળવુ ગરમ હોય, ત્યારે તેમાં પાવડર ખાંડ ઉમેરો અને હાથથી મિક્સ કરી લાડુ બનાવી લો.
લાડુ બનાવતી વખતે મિશ્રણ ખૂબ ગરમ ન હોવું જોઈએ, નહિતર ખાંડ પીગળી જશે. એકવાર ઠંડા થઈ જાય પછી, લાડુને એરટાઇટ ડબ્બામાં રાખી 15-20 દિવસ સુધી સ્ટોર કરી શકો છો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.