ધનતેરસ પર ભગવાન કુબેર અને મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે માતા લક્ષ્મીને સીતાફળ ખૂબ જ પ્રિય છે. તેથી, આ શુભ દિવસે તેમની મનપસંદ વસ્તુથી બનાવેલી ખીરનો ભોગ અર્પણ કરવું શુભ માનવામાં આવે છે.
પાકેલું સીતાફળ – 1 (મોટું), દૂધ – 1 લિટર, મખાણા – 1 કપ, ઘી – 1 ટેબલસ્પૂન, કાજુ – 10-12, બદામ – 8-10, ખાંડ– જરૂર મુજબ, એલાઈચી પાઉડર – ½ ચમચી
સીતાફળને ધોઈને તેની છાલ કાઢી લો. અંદરના બીજ કાઢીને માત્ર પલ્પ લઈ લો. આ પલ્પ ખીર માટે ઉપયોગમાં લેવાશે.
એક કડાઇમાં ઘી ગરમ કરો. તેમાં કાપેલા કાજુ, બદામ અને મખાણા નાખી મધ્યમ તાપે શેકી લો. પછી તેને એક સાઇડ પર કાઢી રાખો.
હવે એક કડાઈમાં દૂધ ઉમેરીને ધીમી આંચ પર ઉકળવા મૂકો. દૂધ ઓસવાનું શરૂ થાય ત્યારે તેમાં ખાંડ અને એલાઈચી પાવડર ઉમેરી આપો.
જ્યારે દૂધ થોડું ઘટ્ટ થઈ જાય, ત્યારે તેમાં સીતાફળનો પલ્પ ઉમેરો. ધીમે ધીમે હલાવતા રહો જેથી ખીર સારી રીતે મિક્સ થાય.
હવે તૈયાર શેકેલા કાજુ, બદામ અને મખાણા ખીરમાં ઉમેરી દેવી. બધું સારી રીતે મિક્સ કરો અને થોડીવાર સુધી ધીમી આંચ પર રંધાવા દો.
હવે ખીરને થોડી વાર ઠંડી થવા દો. પછી તેને વાસણમાં ભરો અને ધનતેરસના દિવસે માતા લક્ષ્મીને ભોગ અર્પણ કરો.
અવનવી રેસીપીની સ્ટોરી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.