Lili Haldar Sabji Recipe: શિયાળામાં ઘરે બનાવો ચટાકેદાર લીલી હળદરનું શાક


By Dimpal Goyal31, Oct 2025 12:33 PMgujaratijagran.com

લીલી હળદરનું શાક

શિયાળાની ધીમે-ધીમે શરૂઆત સાથે ગરમાગરમ લીલી હળદરનું શાક ખાવાનો આનંદ કંઈક અલગ જ હોય છે. સ્વાદિષ્ટ હોવા ઉપરાંત આ શાક શરીર માટે પણ ઘણું લાભદાયક છે.

લીલી હળદર

લીલી હળદર શરીરને તાકાત આપે છે અને ઠંડીમાં ઈમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. ચાલો જાણીએ કેવી રીતે બનાવવું આ સ્વાદિષ્ટ શાક.

સામગ્રી

લીલી હળદર, વટાણા, લીલુ લસણ, લીલી ડુંગળી, આદુ,મરચાં, ટામેટા, ડુંગળી, લસણ પેસ્ટ, દહીં, ઘી, ધાણા, મીઠું, મરચું પાઉડર.

સ્ટેપ 1

લીલી હળદરને સારી રીતે ધોઈ થોડું પાણીમાં પલાળી રાખો. પછી તેની છાલ કાઢી ફરી ધોઈ લો અને છીણી લો.

સ્ટેપ 2

લીલી ડુંગળી, લીલું લસણ અને ટામેટા ઝીણા સમારી લો.

સ્ટેપ 3

કડાઈમાં ઘી ગરમ કરો. પછી તેમાં છીણેલી લીલી હળદર નાખો. જેટલું ઘી એટલી જ હળદર લો અને થોડી સેકાઈ જવા દો.

સ્ટેપ 4

હળદર થોડી સેકાઈ જાય પછી તેમાં લીલી ડુંગળી અને લીલું લસણ ઉમેરો. થોડી વાર પકાવો અને પછી ટમેટા ઉમેરો.

સ્ટેપ 5

હવે આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો. થોડીવાર બાદ બાફેલા લીલા વટાણા ઉમેરો.

સ્ટેપ 6

હવે તેમાં દહીં ઉમેરો અને ધીમા તાપે શાકને થવા દો. જ્યારે તેલ ઉપર આવી જાય, ત્યારે શાક તૈયાર!

સવૅ કરો

સુગંધિત, સ્વાદિષ્ટ અને હેલ્ધી લીલી હળદરનું શાક તૈયાર છે. બાજરીના રોટલા કે ગરમ રોટલી સાથે પીરસો અને માણો શિયાળાનો ખાસ સ્વાદ.

વાંચતા રહો

વધુ રેસીપી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.

દેવ દિવાળી પર ઘરે બનાવો ટેસ્ટી લચકો મોહનથાળ