દેવ દિવાળી પ્રસંગે પ્રસાદમાં બનાવવા યોગ્ય આ લચકો મોહનથાળ કંદોઈની દુકાન જેવા ટેસ્ટી બને છે. ખાશો તો મોં માં પીગળી જશે! ચાલો જાણીએ તેની સરળ રેસીપી.
1 વાટકી ચણાનો લોટ, 2 ચમચી ઘી, 2 ચમચી ગરમ દૂધ, 1/2 કપ ઘી, 1 કપ દાણાદાર ખાંડ, 1 કપ પાણી, 9-10 કેસરના તાર, 1/2 ચમચી એલચી પાવડર, 1 ચમચી સમારેલા પિસ્તા, 1 ચમચી કાપેલા બદામ, 1 ચમચી સમારેલા કાજુ
ચણાનો લોટ, 2 ચમચી ઘી અને 2 ચમચી ગરમ દૂધ ભેગું કરો. ત્યારબાદ આ મિશ્રણને સારી રીતે મિક્સ કરીને થોડા સમય માટે સાઈડ પર રાખો.
એક કઢાઈમાં ½ કપ ઘી ગરમ કરો પછી બેસનનું મિશ્રણ ઉમેરો અને ધીમી આંચ પર સતત હલાવતા રહો, સુગંધ આવવા લાગે ત્યારે સમજવું કે બેસન શેકાઈ ગયું છે.
બીજા કઢાઈમાં ખાંડ, પાણી અને કેસરના તાર ભેળવો, ખાંડ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરો. ચાશની હળવી એક તાર જેવી બને ત્યાં સુધી રાંધો.
બેસનના મિશ્રણમાં તૈયાર ચાશની ધીરે ધીરે રેડો અને સતત હલાવતા રહો. મિશ્રણ ચીકણું અને લચકદાર બને ત્યાં સુધી કુક કરો.
હવે એમાં એલચી પાવડર, પિસ્તા, બદામ, કાજુ અને મલાઈ ઉમેરો. બધી વસ્તુઓ બરાબર મિક્સ કરો અને 3-4 મિનિટ સુધી ધીમી આંચ પર રાંધો.
તૈયાર મોહનથાળને ગરમ ગરમ સર્વ કરો અથવા ઠંડો કરીને ચોરસ ટુકડામાં કાપી પીરસો.
અવનવી વાનગી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.