સોનું ખરીદવું શુભ માનવામાં આવે છે. જો તમે પણ દિવાળીમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો આટલી બાબતો જરૂર ધ્યાનમાં રાખવી.
ભારતમાં ધનતેરસ,દિવાળી,અખાત્રીજ જેવા તહેવારો અને લગ્ન પ્રસંગોમાં સોનું ચાંદી ખરીદવાની પરંપરા છે.જો તમે પણ આ તહેવાર અને લગ્નની મોસમમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો કોઈપણ નુકસાનથી બચવા માટે આ બાબતો ધ્યાનમાં રાખો.
તમે ઓનલાઈન એપ્સ અથવા વેબસાઇટ્સ દ્વારા સોનું ખરીદી શકો છો, પરંતુ શું તે વિશ્વસનીય છે? શું તેઓ જે સોનું આપે છે તે અસલી હશે? તેથી, ઓનલાઈન સોનું ખરીદવાનું ટાળો અને તેના બદલે તેને ઓળખીતા જ્વેલર્સ પાસેથી ઓફલાઈન ખરીદો.
દિવાળીનો સમય એવો છે જ્યારે તમને નકલી સોનું ઓફર કરવામાં આવી શકે છે. હંમેશા સોના પર BIS હોલમાર્ક તપાસો અને એવું સોનું ખરીદવાનું ટાળો જેમાં તે નથી. તમારે હંમેશા હોલમાર્ક ધરાવતું સોનું ખરીદવું જોઈએ.
જો કોઈ જ્વેલર તમને બિલ આપવાનો ઇનકાર કરે તો આવી દુકાનમાંથી સોનું ન ખરીદશો. સોનું ખરીદતી વખત પાક્કું બિલ લો કારણ કે ભવિષ્યમાં તેને વેચતી વખતે આ ઉપયોગી થશે.
ઘણા લોકો તમને કોઈ ચોક્કસ જગ્યાએથી સોનું ખરીદવાનું કહેશે, અથવા તમને ઈમેલ, ટેક્સ્ટ અથવા વોટ્સએપ દ્વારા ડિસ્કાઉન્ટેડ સોનાના ભાવ અથવા કૂપન કોડનું વચન આપતી ઑફર્સ મળી હશે. આ ઑફર્સ પર વિશ્વાસ કરતા પહેલા, ચેક કરી લેજો. નહીંતર, તમે છેતરાઈ શકો છો.
અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.