શિયાળામાં અનેક સ્વાદિષ્ટ પ્રોગ્રામો અને ભોજનની મજા માણવામાં આવે છે. એમાં જો તમે કંઇક અલગ અને ચટપટું બનાવવાનું વિચારી રહ્યા હો, તો “આખી ડુંગળીનું શાક” એકદમ યોગ્ય પસંદગી છે. આ શાક ખાવામાં જેટલું મજેદાર લાગે છે, બનાવવામાં એટલું જ સરળ પણ છે.
ડુંગળી, લસણ, લીલા મરચાં, ચણાનો લોટ, આદુ, ટામેટા, દહીં, લાલ મરચું, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો, મીઠું, કસૂરી મેથી, લીલા ધાણા, સીંગદાણા, સફેદ તલ, કાજુ, દ્રાક્ષ, તેલ, હિંગ, જીરું, ગાંઠિયા, સેવ, આમચૂર પાઉડર.
સૌ પ્રથમ ડુંગળીની છાલ ઉતારી લો. હવે ડુંગળીને ઉપર-નીચે થોડી કાપ આપો જેથી મસાલો અંદર સુધી જાય, પણ ધ્યાન રાખો કે ડુંગળી તૂટે નહીં.
એક બાઉલમાં ચણાનો લોટ, લાલ મરચું, હિંગ, આમચૂર પાઉડર અને મીઠું નાખો. એમાં થોડી ચમચી તેલ ઉમેરીને બધી વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લો. આ મસાલો શાકમાં ભરવાનો રહેશે.
હવે ડુંગળીને પાણીથી ધોઈ કોટનના કપડાથી લૂછી લો. ત્યારબાદ એ ડુંગળીમાં તૈયાર કરેલો મસાલો ભરી દો. થોડોક મસાલો પછી ગ્રેવી માટે રાખી લો.
એક કડાઈમાં તેલ ગરમ કરો. તેમાં જીરું, રાઈ અને હિંગ નાખી તડકો આપો. પછી સ્ટફ કરેલી ડુંગળી નાખી 10 મિનિટ સુધી ધીમા તાપે ચડવા દો જેથી એ નરમ થાય અને મસાલો અંદર સુધી જઈ શકે.
હવે ગ્રેવી તૈયાર કરો. તેમાં લાલ મરચું પાઉડર, હળદર, ધાણાજીરૂ, ગરમ મસાલો, મીઠું અને કસૂરી મેથી ઉમેરીને સાંતળો. મસાલામાંથી તેલ છૂટે ત્યાં સુધી હલાવતા રહો.
હવે તેમાં સીંગદાણા-તલનો ભૂકો ઉમેરી 2 ચમચી દહીં નાખો અને મિક્સ કરો. અંતે લીલા ધાણા અને તળેલા કાજુથી ગાર્નિશ કરો અને ભાખરી કે રોટલા સાથે સર્વ કરો
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.