ગોળ અને આંબલીની ખાટી મીઠી ચટણી બનાવવાની સરળ રીત


By Dimpal Goyal09, Nov 2025 04:11 PMgujaratijagran.com

ગોળ અને આંબલીની ચટણી

ગોળ આંબલીની ચટણી એ ભારતીય ભોજનમાં એક લોકપ્રિય સાઇડ ડિશ છે જે મીઠા અને ખાટા સ્વાદથી ભરપૂર છે.

સામગ્રી

આંબલી, ગોળ, જીરું, વરિયાળી, કાળું મીઠું, લાલ મરચું પાવડર અને પાણી.

સ્ટેપ 1

આંબલીને પાણીમાં પલાળી રાખો, તેનો પલ્પ કાઢો અને તેને ગાળી લો.

સ્ટેપ 2

ગોળને પાણીમાં અલગથી ઓગાળો અને પછી તેને પણ ગાળી લો.

સ્ટેપ 3

એક પેનમાં આમલીનો પલ્પ, ગોળનું પાણી અને મસાલા ઉમેરો અને મધ્યમ તાપ પર રાંધો.

સ્ટેપ 4

ચટણી ઘટ્ટ થાય ત્યાં સુધી રાંધો અને સમયાંતરે હલાવો.

સંગ્રહ કરો

ચટણી ઠંડી થઈ જાય પછી તેને હવાચુસ્ત બરણીમાં ભરી લો.

સવૅ કરો

સમોસા, ચાટ અને પકોડા સાથે ગોળની આંબલીની ચટણીનો આનંદ માણો.

વાંચતા રહો

અવનવી વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બાળકોને નાસ્તામાં બનાવી આપો આ હેલ્ધી ફૂડ