કારેલા ખાવામાં કડવા હોઈ શકે છે પણ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે, જો તમે પણ કારેલાની કડવાશને કારણે ખાતા નથી, તો અહીં કેટલીક ટિપ્સ જાણો જે કારેલાની કડવાશ દૂર કરવામાં મદદ કરી શકે છે.
કારેલા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ગુણકારી છે. પરંતુ કડવા કારેલા બહુ ઓછા લોકોને ભાવતા હોય છે. કારેલામાં આયર્ન, ફાઈબર, વિટામીન A, વિટામીન C તેમજ ઝિંકની માત્રા સારામાં સારી હોય છે. તે અનેક બીમારીઓને દૂર કરી કરી શકે છે.
કારેલાની કડવાશ દૂર કરવા માટે, તમે તેને બનાવતી વખતે થોડી ખાંડ અથવા ગોળ ઉમેરી શકો છો.
કારેલાની કડવાશ દૂર કરવા માટે, તમે તેને મીઠાના પાણીમાં પલાળી શકો છો. આ રીતે કારેલાની કડવાશ ઓછી થશે.
કારેલાને તેલમાં તળવાથી તેની કડવાશ દૂર કરવામાં પણ મદદ મળી શકે છે.
કારેલાને યોગ્ય રીતે છોલીને કાપવાથી તેની કડવાશ ઓછી થાય છે. તેની છાલ યોગ્ય રીતે કાઢીને તેના બીજ અલગ કરો.
દહીં કારેલાની કડવાશ દૂર કરવામાં પણ મદદ કરી શકે છે. આ માટે કારેલાને દહીં અથવા છાશમાં પલાળી રાખો. આ રીતે કારેલાનો સ્વાદ બિલકુલ કડવો નહીં લાગે.
અવનવી માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.