બાળકોને મીઠું ખાવાનું બહુ ગમે છે, પણ ચોકલેટ કરતાં વધુ સ્વસ્થ વિકલ્પ પણ હોઈ શકે છે સીંગની ચીક્કી! મગફળી અને ગોળથી બનેલી આ ચીક્કી માત્ર સ્વાદિષ્ટ જ નહીં પરંતુ એનર્જી અને પ્રોટીનથી ભરપૂર છે.ચાલો સરળ રીતે બનાવવાની રીત જાણીએ.
1 કપ ,સીંગ, 3/4 કપ છીણેલો અથવા બારીક સમારેલો ગોળ, 1 ટેબલસ્પૂન ઘી
મગફળીને કડાઈમાં મધ્યમ આંચ પર લગભગ 6 મિનિટ શેકો. બળે નહીં તે માટે સતત હલાવતા રહો.
મગફળી થોડું ઠંડુ થઈ જાય પછી હાથથી રગડીને છાલ કાઢી લો. પછી તેને ટુકડાઓમાં તોડી લો.
હવે કડાઈમાં ઘી ગરમ કરો. તેમાં ગોળ ઉમેરો અને ધીમી આંચ પર સતત હલાવતા રહો, લગભગ 5 મિનિટ સુધી પકાવો જ્યાં સુધી ગોળ ઓગળી જાય અને થોડું ચિક્કાર બનવા લાગે.
ગોળ પાકી જાય પછી ગેસ બંધ કરો અને તેમાં શેકેલી મગફળી ઉમેરો. સારી રીતે મિક્સ કરો જેથી બધી મગફળી ગોળથી લપેટાઈ જાય.
પહેલેથી ઘી લગાવેલી થાળી અથવા પ્લેટ પર આ મિશ્રણ તરત જ ફેલાવો. વેલણથી સમાન રીતે દબાવી દો અને ચોરસ ટુકડાઓમાં કાપી લો.
ચીક્કી ઠંડી થઈ જાય પછી હવાના બંદ ડબ્બામાં ભરી લો.
જો ઇચ્છો તો ગોળની જગ્યાએ ખાંડ નો ઉપયોગ કરી શકો છો, થોડું એલચી પાવડર અથવા તલ ઉમેરશો તો વધુ સ્વાદિષ્ટ બનશે.
અવનવી વાનગી માટે ગુજરાતી જાગરણ સાથે જોડાયેલા રહો.