ગરમીમાં ઠંડક આપતું ટેસ્ટી શીખંડ ઘરે જ બનાવવાની રીત


By Dimpal Goyal19, Mar 2026 08:13 AMgujaratijagran.com

શીખંડ

ઉનાળાની શરૂઆત સાથે જ ઠંડી અને મીઠી વાનગીઓ ખાવાનો મૂડ બની જાય છે. શીખંડ એવી જ એક સ્વાદિષ્ટ ડિશ છે જે ગરમીમાં ઠંડક આપે છે.

ઘરે બનાવો બજાર જેવો શીખંડ

ઘરે સરળ રીતે બનાવેલા શીખંડનો ટેસ્ટ પણ બજાર જેવા જ મજેદાર આવે છે. તમે તેને સરળ સામગ્રીથી બનાવી શકો છો.

શીખંડ માટે જરૂરી સામગ્રી

દહીં, દળેલી ખાંડ, બદામ, કાજુ, પિસ્તા, એલચી પાઉડર, જાયફળ પાઉડર, ચારોળી અને કેસર.

દહીં તૈયાર કરવાની સરળ રીત

સૌ પ્રથમ દૂધ ગરમ કરો. પછી તેને થોડું ઠંડું થવા દો અને તેમાં 2 ચમચી દહીં ઉમેરી દો. 7-8 કલાકમાં ગાઢ દહીં તૈયાર થઈ જશે.

મસ્કો (હંગ કર્ડ) બનાવવાની પ્રક્રિયા

દહીંને કપડામાં બાંધી 2-3 કલાક માટે લટકાવી દો જેથી તેનું પાણી સંપૂર્ણ નીતરી જાય. તૈયાર થયેલું ગાઢ દહીં “મસ્કો” કહેવાય છે.

શીખંડ બનાવવાની રીત

મસ્કામાં દળેલી ખાંડ, કેસર, એલચી પાઉડર, જાયફળ પાઉડર અને ચારોળી ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.

ટેસ્ટ વધારવા માટે

બદામ, કાજુ, પિસ્તા અને તુટીફુટી ઉમેરીને શીખંડને વધુ ટેસ્ટી બનાવી શકો છો.

શીખંડને ઠંડું પીરસવાની રીત

તૈયાર શીખંડને થોડો સમય ફ્રિજમાં રાખો જેથી તે વધુ ઠંડું અને મજેદાર બને.

કેવી રીતે સર્વ કરવું?

શીખંડને ગરમાગરમ પુરી અથવા રોટલી સાથે સર્વ કરો અને ઉનાળામાં તેનો આનંદ લો.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ચૈત્ર નવરાત્રીના નવ દિવસના ઉપવાસ માટે ફરાળી વાનગીઓ