કાચી કેરી, ખાંડ અથવા ગોળ,પાણી, શેકેલું જીરું પાઉડર,સંચળ (કાળું મીઠું), મીઠું સ્વાદ મુજબ,મરી પાઉડર, તાજા ફુદીનાના પાન,ઈલાયચી પાઉડર, બરફના ટુકડા ,લીંબુની સ્લાઈસ
સૌ પ્રથમ 2-3 નંગ મધ્યમ કદની કાચી કેરી લો. તેને પાણીથી બરાબર ધોઈ લો અને તેની છાલ ઉતારી લો. જો તમે ઈચ્છો તો છાલ સાથે પણ બાફી શકાય છે, પણ છાલ ઉતારીને ટુકડા કરવાથી પલ્પ જલ્દી તૈયાર થશે.
કેરીના ટુકડાને પ્રેશર કુકરમાં લો. તેમાં 2 કપ પાણી ઉમેરીને 3 થી 4 વ્હિસલ વાગે ત્યાં સુધી બાફી લો. જો તમે આખી કેરી બાફી હોય, તો તેને ઠંડી થયા પછી તેનો ગર (પલ્પ) અલગ કરી લો.
બાફેલી કેરી ઠંડી થાય એટલે તેને મિક્સર જારમાં લઈ લો. તેને એકદમ સ્મૂધ બ્લેન્ડ કરી લો જેથી તેમાં કોઈ ગાંગડા ન રહે. આ પલ્પને ગરણીથી ગાળી લેવો જેથી રેસા દૂર થઈ જાય.
કેરીના પલ્પમાં ખાંડ અથવા ગોળ ઉમેરો. (આશરે 1 થી 1.5 કપ, કેરીની ખટાશ મુજબ). જો તમે હેલ્ધી ઓપ્શન ઈચ્છતા હોવ તો ગોળનો ઉપયોગ કરી શકો છો. ખાંડ ઓગળે ત્યાં સુધી તેને હલાવો અથવા મિક્સરમાં ફરી એકવાર ફેરવી લો.
સ્વાદ વધારવા માટે તેમાં 1 ચમચી શેકેલા જીરાનો પાવડર, 1 ચમચી સંચળ (કાળું મીઠું), અડધી ચમચી મરી પાવડર અને સ્વાદ મુજબ સાદું મીઠું ઉમેરો.
થોડા તાજા ફુદીનાના પાનને વાટીને તેની પેસ્ટ અથવા તેનો રસ શરબતમાં ઉમેરો. ફુદીનો શરબતને ખૂબ જ તાજગી આપે છે અને પાચન માટે પણ સારો છે.
તૈયાર થયેલા આ કોન્સન્ટ્રેટ (સીરપ) ને તમે કાચની બોટલમાં ભરીને ફ્રીજમાં 1 અઠવાડિયા સુધી સ્ટોર કરી શકો છો. પીતી વખતે ગ્લાસમાં 2-3 ચમચી આ મિશ્રણ લો, તેમાં બરફના ટુકડા અને ઠંડુ પાણી ઉમેરીને મિક્સ કરો.
રેસીપીની માહિતી જાણવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.