ફરસાણની દુકાનમાં મળે એવો પપૈયાનો સંભારો બનાવવાની સરળ રીત


By Dimpal Goyal03, Apr 2026 12:41 PMgujaratijagran.com

પપૈયાનો સંભારો

ઘરે હોટલ જેવો ટેસ્ટી પપૈયાનો સંભારો બનાવવાની રીત. ગાંઠિયા અને પાપડી સાથે ખાવાની મજા પડી જાય તેવી સ્ટેપ-બાય-સ્ટેપ ગુજરાતી રેસીપી.

સામગ્રી

છીણેલું કાચું પપૈયું,ઝીણા સમારેલા લીલા મરચાં,રાઈ, હીંગ અને હળદર,તેલ અને મીઠું (સ્વાદ મુજબ),થોડું પાણી

વઘારની તૈયારી

એક કડાઈમાં મધ્યમ આંચ પર તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ નાખો. જ્યારે રાઈ તતળવા લાગે ત્યારે તેમાં ચપટી હીંગ ઉમેરો.

મરચાં સાંતળવા

વઘાર તૈયાર થાય એટલે તેમાં સમારેલા લીલા મરચાં નાખો. મરચાંને 2 મિનિટ સુધી સરખી રીતે સાંતળી લો જેથી તેનો તીખો સ્વાદ તેલમાં બેસી જાય.

પપૈયું ઉમેરવું

હવે કડાઈમાં છીણેલું કાચું પપૈયું અને સ્વાદ મુજબ મીઠું નાખો. આ મિશ્રણને બરાબર હલાવીને મિક્સ કરો અને 2-3 મિનિટ સુધી મધ્યમ આંચ પર ચઢવા દો.

પાણી અને કુકિંગ

થોડું પાણી ઉમેરીને ફરીથી બરાબર મિક્સ કરો. હવે કડાઈ પર ઢાંકણ ઢાંકી દો અને પપૈયું થોડું નરમ પણ સાથે ક્રિસ્પી રહે ત્યાં સુધી ધીમી આંચ પર પકાવો.

હલાવતા રહેવું

ધ્યાન રાખવું કે પપૈયું કડાઈના તળિયે ચોંટી ના જાય. તે માટે તેને વચ્ચે-વચ્ચે ચમચા વડે હલાવતા રહો.

હળદરનો ઉમેરો

જ્યારે પપૈયું બરાબર ચઢી જાય ત્યારે છેલ્લે તેમાં હળદર ઉમેરો. હળદરને બરાબર મિક્સ કરો જેથી સંભારાનો રંગ એકદમ સરસ પીળો અને આકર્ષક આવે.

સર્વિંગ

તમારો ગરમાગરમ પપૈયાનો સંભારો તૈયાર છે! તેને એક સર્વિંગ બાઉલમાં કાઢી લો અને ગરમાગરમ ગાંઠિયા કે ફાફડા-પાપડી સાથે તેની જયાફત ઉડાવો.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

બટાકાની વેફર બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત