ઉનાળાની સિઝનમાં ઘરે બનાવેલી વેફર ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. આ રીતથી તમે બજાર જેવી જ ટેસ્ટી અને ક્રિસ્પી વેફર ઘરે બનાવી શકશો.
બટાકા,તેલ, સિંધાવ મીઠું, મરી પાઉડર, લાલ મરચું પાઉડર,પાણી ધોવા અને ઉકાળવા માટે
સૌથી પહેલાં બટાકાને પાણીથી બરાબર ધોઈ લો જેથી તેની પરની માટી નીકળી જાય. ત્યારબાદ તેની છાલ ઉતારી લો.
વેફર પાડવાના મશીન, ખમણી કે ચપ્પાની મદદથી બટાકાની પાતળી-પાતળી સ્લાઇસ કરી લો.
બટાકાની તૈયાર કરેલી સ્લાઇસને ઠંડા પાણીમાં ડુબાડી રાખો. તેને 3 થી 4 વખત સાફ પાણીથી ધોઈ લો, જેથી બધો જ સ્ટાર્ચ નીકળી જાય અને વેફર સફેદ બને.
એક તપેલીમાં વેફર ડૂબે એટલું પાણી લઈ ગેસ પર ઉકળવા મૂકો. પાણી બરાબર ઉકળે એટલે તેમાં બટાકાની સ્લાઇસ ઉમેરો અને 2 થી 3 મિનિટ સુધી રહેવા દો.
બફાઈ ગયા પછી સ્લાઇસને જાળીવાળા વાસણમાં કાઢી પાણી નિતારી લો. હવે એક કોટન કપડાં પર દરેક સ્લાઇસને છૂટી-છૂટી પાથરી દો. તેને પંખા નીચે અથવા તડકામાં એક આખો દિવસ સુકવવા દો.
જ્યારે વેફર સંપૂર્ણપણે સુકાઈ જાય અને કડક થઈ જાય, ત્યારે તેને એરટાઈટ ડબ્બામાં ભરી લો. આ વેફર તમે આખું વર્ષ વાપરી શકો છો.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.