1 કિલો રાજાપુરી કેરી, ગોળ, સીંગતેલ, રાઈના કુરિયા, મેથીના કુરિયા, ધાણાના કુરિયા, લાલ મરચું પાઉડર, હળદર, મીઠું, હિંગ,
સૌ પ્રથમ રાજાપુરી કેરીના ટુકડા કરી તેને હળદર-મીઠામાં આખી રાત પલાળી રાખી, સવારે કોરા કપડા પર સૂકવી લો.
જેટલા વજનના કેરીના ટુકડા હોય, તેનાથી થોડો વધારે અથવા સરખા ભાગનો (દા.ત. 1 કિલો કેરી સામે 1 કિલો) ઝીણો સમારેલો ગોળ લો.
એક મોટા વાસણમાં તૈયાર ખાટી કેરીનો અથાણાંનો મસાલો (મેથિયો મસાલો) લો અને તેમાં વચ્ચે ખાડો કરી ગરમ કરેલું તેલ ઉમેરો.
મસાલા અને તેલના મિશ્રણને બરાબર હલાવી લો, ત્યારબાદ તેમાં સમારેલો ગોળ ઉમેરીને બરાબર મિક્સ કરો.
જ્યારે ગોળ મસાલા સાથે ભળી જાય, ત્યારે તેમાં સૂકવેલા કેરીના ટુકડા ઉમેરીને હળવા હાથે હલાવો.
આ મિશ્રણને 2 થી 3 દિવસ માટે ઢાંકીને રહેવા દો અને દિવસમાં બે વાર હલાવતા રહો જેથી ગોળ પૂરેપૂરો ઓગળી જાય.
અથાણાંમાં સુગંધ માટે ઉપરથી તેલમાં તજ અને લવિંગ નાખીને તેને ઠંડુ કરીને અથાણામાં ઉમેરી શકાય છે.
ગોળની ચાસણી જેવું ઘટ્ટ મિશ્રણ તૈયાર થઈ જાય એટલે તેને કાચની સાફ અને કોરી બરણીમાં ભરી લો.
અથાણાંની ઉપર તેલનું પડ રહે તે રીતે રાખી બરણીને બંધ કરો, જેથી આ અથાણું આખું વર્ષ તાજું રહે.