અસલ સ્વાદ સાથે કાઠિયાવાડી દહીં તીખારી બનાવાની રીત ...


By Dimpal Goyal10, Nov 2025 11:05 AMgujaratijagran.com

દહીં તીખારી રેસીપી

શિયાળાની ઋતુમાં તીખું અને ચટપટું ખાવાનું મન થાય ત્યારે દહીં તીખારી એક સરસ વિકલ્પ છે. ભોજનની થાળીની શોભા વધારતી આ વાનગી સ્વાદમાં અદભુત છે. ચાલો જાણીએ ઘરે કાઠિયાવાડી સ્ટાઈલમાં દહીં તીખારી કેવી રીતે બનાવવી.

સામગ્રી

દહીં – ૧ કપ, સુકું લસણ – ૪-૫ કળી, ડુંગળી – ૧ મધ્યમ કદની (કાપેલી), લાલ મરચું પાઉડર – ૨ ચમચી, સુકું આખું મરચું – ૨, મીઠા લીમડાના પાન – ૫-૬, હળદર – ¼ ચમચી, મીઠું – સ્વાદ મુજબ, હીંગ – ચપટી, જીરું – ૧ ચમચી, દેશી ઘી – ૨ ચમચી, ધાણા-જીરું પાઉડર – ૧ ચમચી, લીલા ધાણા – સજાવટ માટે

સ્ટેપ 1

સૌથી પહેલા એક ખાડણીમાં સુકું લસણ અને કાશ્મીરી લાલ મરચું પાઉડર લો. થોડું પાણી ઉમેરીને ખાડીને સરસ પેસ્ટ તૈયાર કરો.

સ્ટેપ 2

એક પેનમાં દેશી ઘી ગરમ કરો. તેમાં જીરું, હીંગ, સુકું લાલ મરચું અને મીઠા લીમડાના પાન નાખો.

સ્ટેપ 3

પછી કાપેલી ડુંગળી ઉમેરો અને લાઈટ બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.

સ્ટેપ 4

હવે તેમાં મીઠું, હળદર, ધાણા-જીરું પાઉડર અને થોડું પાણી ઉમેરો. બધું સારી રીતે મિશ્રિત થઈ જાય ત્યાં સુધી રાંધી લો.

સ્ટેપ 5

જ્યારે મસાલો સરસ રીતે પાકી જાય, ત્યારે ગેસ બંધ કરો.

સ્ટેપ 6

પછી ફેંટેલું દહીં ઉમેરો અને સારી રીતે મિક્સ કરો (દહીં ફાટવું ન જોઈએ). ઉપરથી કાપેલા લીલા ધાણાથી સજાવો.

સવૅ કરો

ગરમાગરમ દહીં તીખારીને રોટલી, ભાખરી કે જિરા રાઈસ સાથે પીરસો સ્વાદ બમણો થઈ જશે!

વાંચતા રહો

અવનવી વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

રેસ્ટોરન્ટનું શાક ભુલાવી દે તેવું કાઠીયાવાડી આખી ડુંગળી નુ શાક