ચટપટું લીલા મરચાનું અથાણું બનાવવાની રીત


By Dimpal Goyal13, Mar 2026 09:42 AMgujaratijagran.com

લીલા મરચાનું અથાણું

લીલા મરચાનું અથાણું ભોજનનો સ્વાદ બમણો કરી દે છે. જ્યારે ઘરમાં શાક ન હોય અથવા કંઈક તીખું-ચટપટું ખાવાનું મન થાય, ત્યારે આ અથાણું બેસ્ટ ઓપ્શન છે.

જરૂરી સામગ્રી

મીડિયમ તીખા લીલા મરચા, રાઈના કુરિયા, હળદર, વરિયાળી, મીઠું, તેલ, લીંબુનો રસ

મરચાની પૂર્વ તૈયારી

સૌ પ્રથમ મરચાને પાણીથી બરાબર ધોઈ લો. ધોયા પછી તેને કોટનના કપડાથી એકદમ કોરા કરી લો. યાદ રાખો કે મરચામાં સહેજ પણ પાણીનો અંશ રહેવો જોઈએ નહીં, નહિતર અથાણું બગડી શકે છે. જો મરચા લાંબા હોય તો તેના બે ટુકડા કરો અથવા વચ્ચેથી ચીરો (કાપો) પાડી લો.

મસાલો તૈયાર કરવાની રીત

એક મોટા વાસણમાં રાઈના કુરિયા, હળદર, મીઠું અને વરિયાળી લો. આ બધા સૂકા મસાલાને બરાબર મિક્સ કરી લો.

મિશ્રણ તૈયાર કરવું

હવે તૈયાર કરેલા મસાલામાં લીંબુનો રસ અને તેલ ઉમેરો. બધું ફરી એકવાર બરાબર હલાવો જેથી મસાલો એકરસ થઈ જાય.

મરચા ઉમેરવા

તૈયાર મસાલામાં કાપેલા લીલા મરચા ઉમેરો. મરચા અને મસાલાને એવી રીતે હલાવો કે જેથી દરેક મરચા પર મસાલાનું પડ વ્યવસ્થિત ચડી જાય.

આથો આવવા દેવો

આ અથાણાને ઢાંકીને 12 થી 15 કલાક માટે એક બાજુ રહેવા દો. વચ્ચે બે થી ત્રણ વાર તેને હલાવતા રહેવું જેથી મસાલો નીચે બેસી ન જાય.

પીરસવાની રીત

તમારું ટેસ્ટી મરચાનું અથાણું તૈયાર છે! તમે તેને આ વાનગીઓ સાથે માણી શકો છો: ગરમાગરમ રોટલી કે પરાઠા,ગુજરાતી થેપલા,દાળ-ભાત સાથે સાઈડ ડિશ તરીકે

સંગ્રહ કરવાની ટિપ્સ

આ અથાણાને કાચની બરણીમાં ભરીને 3 થી 4 મહિના સુધી ફ્રિજમાં સુરક્ષિત રાખી શકાય છે. કાચની બરણીનો ઉપયોગ કરવાથી અથાણાનો સ્વાદ લાંબો સમય જળવાઈ રહે છે.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

મોઢામાં પાણી લાવી દે તેવા ચૂરમા લાડુ બનાવવાની રીત