મોઢામાં પાણી લાવી દે તેવા ચૂરમા લાડુ બનાવવાની રીત


By Dimpal Goyal13, Mar 2026 08:28 AMgujaratijagran.com

સામગ્રી

ઘઉંનો કરકરો લોટ, ચણાનો લોટ, ઘી, ગોળ, ઈલાયચી પાઉડર, જાયફળ પાઉડર, બદામ, તેલ, પાણી

લોટ બાંધવો

ઘઉંના કરકરા લોટમાં ઘીનું મોણ નાખી, ગરમ પાણી અથવા દૂધથી કઠણ લોટ બાંધો.

મુઠિયા બનાવવા

આ લોટના નાના-નાના મુઠિયા વાળી લો.

તળવા

મુઠિયાને ધીમા તાપે ઘી અથવા તેલમાં સોનેરી રંગના થાય ત્યાં સુધી તળી લો.

ભુક્કો કરવો

મુઠિયા ઠંડા થાય એટલે તેના ટુકડા કરી મિક્સરમાં કરકરો પાવડર (ચૂરમું) કરી લો.

ચાળવું

આ મિશ્રણને જાડા ગરણે ચાળી લો જેથી ગાંગડા ન રહે.

પાયો કરવો

એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં ગોળ નાખો. ગોળ ઓગળે અને પરપોટા થવા લાગે એટલે ગેસ બંધ કરો.

મિક્સિંગ

ગરમ પાયાને તૈયાર કરેલા ચૂરમામાં રેડો. સાથે એલચી-જાયફળ પાવડર ઉમેરી બરાબર મિક્સ કરો.

લાડુ વાળવા

મિશ્રણ સહેજ ગરમ હોય ત્યારે જ તેના ગોળ લાડુ વાળી લો,તૈયાર લાડુને ખસખસમાં રગદોળીને સજાવો.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

ઉનાળાની ગરમીમાં રોમ-રોમમાં ઠંડક ભરી દેશે આ પહાડી રાયતું ,જાણો રેસીપી