Lemon For Weight Loss: વજન ઘટાડવા માટે લીંબુ કેવી રીતે ખાવા જોઈએ?


By Sanket M Parekh17, Oct 2024 03:39 PMgujaratijagran.com

વજન ઉતારવા માટે લીંબુ

લીંબુમાં રહેલા ગુણ વજન ઘટાડવામાં મદદ કરે છે. એવામાં સવાલ ઉભો થાય કે, તેને ડાયટમાં કેવી રીતે સામેલ કરવાથી ફાયદેમંદ નીવડી શકે છે.

લીંબુ પાણી પીવો

વેટ લૉસ જર્ની દરમિયાન લીંબુ પાણી પીવાનું શરૂ કરી દો. સવારના સમયે એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીવાથી મેટાબૉલિઝ્મ વધશે.

સલાડમાં લીંબુનો રસ નાંખો

વજન ઘટાડવા માંગતા હોવ તો સલાડ અચૂક ખાવ. એમાં પણ સલાડમાં લીંબુનો રસ નીચોઈને નાંખી દેશો, તો પાચન તંત્ર સુધરશે.

લીંબુની ચા પીવો

ગ્રીન ટી એટલે કે હર્બલ ટીમાં લીંબુનું પાણી તમે નાંખી શકો છો. જેનાથી વજન ઓછું કરવામાં મહદઅંશે મદદ મળી શકે છે.

કાચું લીંબુ ચાવો

ઓવર ઈટિંગના કારણે મોટાપો વધી શકે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માંગતા હોવ તો તમારે લીંબુ કાપીને ચાવી શકો છો. જેનાથી ઝડપથી વજન ઘટી શકે છે.

લીંબુ અને આદું

મેટાબોલિઝ્મને ઝડપી બનાવવા માગતા હોવ તો લીંબુ સાથે આદુનું સેવન કરો. જે વજન ઉતારવામાં વ્યક્તિને ઘણી મદદ કરે છે.

લીંબુની છાલનો પાવડર

વજન ઉતારવા માટે લીંબુની છાલનો પાવડર બનાવીને તેનું સેવન કરો. જેમાં રહેલ ફાઈબર વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

વજન ઉતરશે

લીંબુને કોઈ પણ રીતે ડાયટમાં સામેલ કરી લેશો, તો 1 મહિનામાં તેની અસર તમારા સ્વાસ્થ્ય પર જોવા મળશે.

Peanuts Side Effects: મગફળી ખાવાની આડ અસર, જાણો કોણે સેવન ન કરવું જોઈએ