આજના સમયમાં બેઠાડું જીવનશૈલી અને ખાણી-પીણીની ખોટી આદતોના કારણે અનેક ગંભીર બીમારીઓ ઝડપથી વધવા લાગી છે. ખાસ કરીને હાર્ટ સબંધિત બીમારીઓ વધારે જોવા મળી રહી છે.
હાર્ટ સાથે સંકળાયેલી બીમારીઓમાં હાર્ટ એટેકનો ખતરો, કાર્ડિયાક એરેસ્ટ અને હાર્ટ બ્લોકેજ જેવી સમસ્યા મુખ્ય છે. આથી જરૂરી છે કે, તમે સ્વસ્થ રહેવા માટે એક્સરસાઈઝ કરો. આજે આ લેખમાં અમે આપને જણાવીશું કે, હેલ્ધી હાર્ટ માટે તમારે કેટલું ચાલવું જોઈએ
હાર્ટને હેલ્ધી રાખવા માટે વૉક એક ઉત્તમ એક્સરસાઈઝ છે. તમારું દરેક પગલું હાર્ટને આવનારી અનેક સમસ્યાઓથી દૂર લઈ જાય છે.
એક દિવસમાં 45 મિનિટની વૉક કરવી હેલ્ધી હાર્ટ માટે ખૂબ જ ફાયદેમંદ માનવામાં આવે છે. જેનાથી હાર્ટ સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓથી બચવામાં મદદ મળે છે.
જો તમને ચાલતા-ચાલતા 10-15 મિનિટમાં જ થાક લાગી જતો હોય અને શ્વાસ ચડવા લાગે, તો તમારે ચેતી જવું જોઈએ. જો કે દરરોજ વૉક કરવાથી આ સમસ્યામાંથી મુક્તિ મળી શકે છે.
એવું જરૂરી નથી કે, 45 મિનિટ સુધી અટક્યા વિના વૉક કરવાનો નિયમ દરેક જણ પર લાગુ પડે. જો કોઈ 30 વર્ષનો વ્યક્તિ એક કલાકમાં 4-5 કિલોમીટર ચાલી રહ્યો હોય, તો તેનો અર્થ એ થયો કે, તેનું હાર્ટ હેલ્ધી છે. આવી જ રીતે કોઈ 70 વર્ષનો વ્યક્તિ 1 કલાકમાં 2-3 કિલોમીટર ચાલી રહ્યો હોય, તો તેનું હાર્ટ પણ હેલ્ધી મનાય છે.
હાર્ટને હેલ્ધી રાખવા માટે તમારે એક દિવસમાં ઓછામાં ઓછા 7 હજારથી 10 હજાર ડગલા ચાલવું જ જોઈએ. જે હેલ્ધી હાર્ટ માટે ફાયદેમંદ છે.