બિલકુલ તંદુરસ્ત રહેવા માટે દરરોજ કેટલી રોટલી ખાવી જોઈએ?


By Nileshkumar Zinzuwadiya05, Oct 2024 04:07 PMgujaratijagran.com

સ્વાસ્થ માટે લાભદાયક

દરરોજ રોટલીનું સેવન સ્વાસ્થ માટે અનેક રીતે લાભદાયક છે. જોકે, કાર્બોહાઈડ્રેટના ગુણોથી ભરપૂર રોટલીનું મર્યાદિત પ્રમાણમાં જ સેવન કરવું જોઈએ.

ખૂબ ઝડપથી વધી શકે છે વજન

રોટલીનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી ખૂબ ઝડપથી વજન વધી શકે છે. તમારા શરીરમાં ચરબીનું પ્રમાણ વધી શકે છે.

દરરોજ કેટલી કેલેરીની જરૂર

પુખ્ત પુરુષે દરરોજ 1700 કેલેરીની જરૂર પડે છે અને એક પુખ્ત મહિલાએ આશરે 1400 કેલેરીની જરૂર પડે છે.

રોટલીમાં કેટલી કેલેરી-કાર્બોહાઈડ્રેટ હોય છે

ઘઉંની એક રોટલીથી 105થી 110 કેલેરી શરીરને મળે છે. આ ઉપરાંત તેમાંથી 70 ગ્રામ કાર્બોહાઈડ્રેટ પણ મળે છે.

પુરુષો અને મહિલાઓએ આટલી રોટલી ખાવી જોઈએ

નિષ્ણાતોના મતે મહિલાઓએ સવારે 2 અને સાંજના સમયે 2 રોટલી, જ્યારે પુરુષોએ સવારે 3 રોટલી અને સાંજના સમયે 3 રોટલી ખાવી જોઈએ.

વધારે મહેનત

મહેનતનું કામ કરનાર કે જેમણે વધારે પરસેવો છૂટે છે તેમણે 4થી વધારે રોટલીનું સેવન કરી શકાય છે. અલબત આ એક સામાન્ય માહિતી છે, વધુ માહિતી માટે નિષ્ણાતની સલાહ લઈ શકાય છે.

Health Tips: દૂધ સાથે ક્યારેય ના ખાશો આ 4 વસ્તુ, ઝેરનું કરે છે કામ