Health Tips: દૂધ સાથે ક્યારેય ના ખાશો આ 4 વસ્તુ, ઝેરનું કરે છે કામ


By Sanket M Parekh05, Oct 2024 03:26 PMgujaratijagran.com

પોષક તત્વો

દૂધનું સેવન શરીર માટે ફાયદેમંદ મનાય છે. જેમાં અનેક પોષક તત્વો મળી આવે છે, જે શરીરને વિટામિન, પ્રોટીન અને મિનરલ્સ પૂરા પાડે છે.

દૂધ સાથે શું ના ખાવું?

દૂધ પીધા પછી આ વસ્તુઓનું સેવન કરવાનું ટાળવું જોઈએ. દૂધ સાથે 4 વસ્તુઓનું સેવન ઝેરથી કમ નથી હોતું.

દૂધ અને દહીં

દૂધ અને દહીનું એકસાથે સેવન ક્યારેય ના કરવું જોઈએ. આ બન્નેને એકસાથે અથવા તો તરત જ ખાવાથી એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

દૂધ અને માછલી

માછલી અને દૂધનું સેવન એકસાથ કરવાનું ટાળવું જોઈએ. બન્ને એકસાથે ખાવાથી પાચનની સમસ્યા થઈ શકે છે.

દૂધ અને ખાટા ફળ

દૂધ અને ખાટા ફળ બન્ને સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ મનાય છે, પરંતુ એકસાથે બન્નેનું સેવન કરવાથી નુકસાન થઈ શકે છે. આથી દૂધ અને ખાટા ફળો ખાવાથી બચવું જોઈએ.

દૂધ અને કારેલા

કારેલાનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે, પરંતુ દૂધ અને કારેલાનું સેવન એકસાથે ક્યારેય ના કરવું જોઈએ.દૂધ અને કારેલા એકસાથે ખાવાથી સ્કિન પર વિપરિત અસર થાય છે.

1 કલાક બાદ અથવા કલાક પહેલા સેવન કરો

જો તમે આ તમામ વસ્તુઓનું સેવન કરી રહ્યા હોવ, તો એક વાતનું ધ્યાન રાખજો કે દૂધ અને આ વસ્તુઓના સેવન વચ્ચે ઓછામાં ઓછા એક કલાકનું અંતર હોવું જોઈએ.

Green Fenugreek Leaves: લીલી મેથીના પાન ખાવાના ફાયદા