Joint Pain: શિયાળામાં સાંધાનો દુખાવો દૂર કરવાના ઘરગથ્થુ ઉપાય


By Sanket M Parekh26, Oct 2024 04:20 PMgujaratijagran.com

સાંધાનો દુખાવો

શિયાળાની શરૂઆત થવા સાથે જ સાંધામાં દુખાવાની સમસ્યા થવા લાગે છે. જેનાથી બચવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાયો અજમાવવાથી તરત જ રાહત થઈ શકે છે.

હળદળવાળું દૂધ

સાંધાનો દુખાવો દૂર કરવા માટે હળદર વાળું દૂધ પીવું જોઈએ.જે સોજા ઘટાડવા સાથે દુખાવામાં રાહત આપે છે.

આદુનું સેવન કરો

આદુને કાચું ચાવી જવું જોઈએ. આ સિવાય આદુની ચા બનાવીને પણ પી શકાય છે. આદુમાં એન્ટી ઈફ્લેમેન્ટરી ગુણ મળી આવે છે. જે દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે.

ગરમ શેક કરવો

જે જગ્યાએ દુખાવો થતો હોય, ત્યા ગરમ પાણીની બોટલ અથવા બેગથી શેક કરવો જોઈએ. આમ કરવાથી માંસપેશિયો ઢીલી થવા સાથે બ્લડ સર્ક્યુલેશન વધશે, જેના કારણે દુખાવામાં રાહત થાય છે.

મીઠા વાળા ગરમ પાણીથી સ્નાન કરો

સાંધાના દુખાવાથી રાહત મેળવવા માટે ગરમ પાણીમાં મીઠું મિક્સ કરીને ન્હાવું જોઈએ. એક્સપર્ટના મતે, આ નુસખાથી સાંધાનો દુખાવો ઝડપથી દૂર થાય છે.

તલના લાડુ ખાવ

શિયાળામાં તલના લાડુ ખાવાથી શરીરમાં ગરમાવો આવે છે. જેના કારણે સાંધાના દુખાવામાં આરામ મળે છે.

તાજા ફળ અને શાકભાજી

સાંધાનો દુખાવો દૂર કરવા માંગતા હોવ, તો તાજા ફળ અને શાકભાજીનું સેવન કરવું જોઈએ. સિઝનલ ફળ અને શાકભાજી ખાવાથી જૉઈન્ટ પેઈનમાં રાહત મળે છે.

સિંધાલૂણના પાણીથી માલિશ કરો

જે જગ્યાએ દુખાવો થતો હોય, ત્યાં સીંધાલૂણ મીઠાના પાણીથી માલિશ કરો. એક્સપર્ટના મતે, આમ કરવાથી અચાનક વધતા દર્દમાં આરામ મળે છે.

વધારે મીઠાઈ ખાવાથી શું થાય છે ?