Liver Cancer: લિવરમાં કેન્સર થવા પર શરીરમાં જોવા મળે છે આ સંકેત


By Sanket M Parekh09, Oct 2025 08:01 PMgujaratijagran.com

અગત્યનું અંગ લિવર

લિવરને આપણા શરીરના મહત્વપૂર્ણ અંગોમાંથી એક માનવામાં આવે છે. લિવર શરીરમાંથી ઝેરી પદાર્થો (ટોક્સિન પદાર્થો)ને બહાર કાઢવા, પાચનમાં મદદ કરવી અને એનર્જી પુરી પાડવાનું કામ કરે છે. આથી જ લિવરની સંભાળ રાખવી જરૂરી છે.

લિવર કેન્સરના સંકેત

આજે અમે આપને લિવર કેન્સર સાથે સંકળાયેલા કેટલાક એવા સંકેતો વિશે જણાવીશું, જે તમારા શરીરમાં જોવા મળે છે. તો ચાલો આ સંકેતો વિસે વિસ્તારપૂર્વક જાણીએ, જેથી આપને સચોટ જાણકારી મળી રહે

વજન ઘટવું

જો તમારું વજન કોઈ કારણ વગર ઓછું થઈ રહ્યું હોય, તો તેને અવગણવું ન જોઈએ. તેનું કારણ એ છે કે, લિવર કેન્સર શરીરના મેટાબોલિઝમ પર સીધી અસર કરે છે અને તેના કારણે વજન ઘટવા લાગે છે.

પેટના જમણા ભાગમાં દુખાવો

જો તમને પેટની જમણી બાજુએ અને પાંસળીઓની બરાબર નીચે સતત હળવો દુખાવો, ખેંચાવ અથવા દબાણ (પ્રેશર) અનુભવાય, તો આ સંકેતને ભૂલથી પણ ઇગ્નોર ન કરવો જોઈએ. આ લક્ષણ લિવરમાં કેન્સર સૂચવે છે.

કમળો

જો કોઈ વ્યક્તિને કમળો થયો હોય, તો સો ટકા સંભાવના છે કે તેના લિવરમાં કેન્સર હોઈ શકે છે. આવા કિસ્સામાં જરા પણ વિલંબ કર્યા વિના તાત્કાલિક ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

થાક

સામાન્ય રીતે, કોઈ કામ કર્યા પછી થાક લાગવો નોર્મલ છે, પરંતુ જો તમને કોઈ કારણ વગર થાક લાગી રહ્યો હોય, તો આ સંકેત આપે છે કે તમે ધીમે ધીમે લિવર કેન્સરનો શિકાર બની રહ્યા છો

આંખો પીળી પડવી

જ્યારે આપણા લિવરમાં કેન્સર થઈ જાય છે, ત્યારે તેનાથી શરીરમાં બિલીરૂબિનનું સ્તર વધી જાય છે અને આપણી આંખો પીળી થવા લાગે છે. જો તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યું છે, તો તમારે ડોક્ટરને મળવું જોઈએ

ભૂખ ન લાગવી

ક્યારેક ક્યારેક ભૂખ ન લાગવી સામાન્ય હોય છે, પરંતુ જો તમારી સાથે સતત આવું થઈ રહ્યું હોય, તો તેને હળવાશથી ન લેવું જોઈએ. જ્યારે કોઈ વ્યક્તિના લિવરમાં કેન્સર થાય છે, ત્યારે તેની ખાવાની ઈચ્છા ઓછી થઈ જાય છે

Stomach Pain Cause: પેટમાં દુખાવો આ ગંભીર બીમારીઓનો હોઈ શકે છે સંકેત