Stomach Pain Cause: પેટમાં દુખાવો આ ગંભીર બીમારીઓનો હોઈ શકે છે સંકેત


By Sanket M Parekh09, Oct 2025 07:56 PMgujaratijagran.com

પેટમાં દુખાવો કેમ થાય છે?

પેટનો દુખાવો ઘણીવાર એક સામાન્ય સમસ્યા લાગે છે, પરંતુ તે કેટલીક ગંભીર બીમારીઓનો સંકેત પણ હોઈ શકે છે. સમયસર તેની ઓળખ અને યોગ્ય સારવાર ખૂબ જ જરૂરી છે.

ગેસ અને અપચો

વધારે તળેલું, મસાલેદાર કે ફાસ્ટ ફૂડ ખાવાથી પેટમાં ગેસ બની શકે છે. અપચાને કારણે પેટ ફૂલવું, બળતરા અને હળવો દુખાવો અનુભવાય છે

આંતરડામાં અલ્સર

પેટ કે આંતરડાના પડમાં ઘા થવા પર તીવ્ર બળતરા અને દુખાવો અનુભવાય છે. ખાલી પેટે આ દુખાવો વધી જાય છે અને ખાવાથી થોડી રાહત મળે છે. આવી સ્થિતિમાં વધારે તીખુ-તળેલું અને દારૂથી બચવું જોઈએ અને ડૉક્ટરની સલાહ મુજબ દવા લેવી જોઈએ.

વાયરલ ઈન્ફેક્શન

ફૂડ પોઈઝનિંગ કે વાયરલ ઈન્ફેક્શનના કારણે પેટમાં દુખાવો, ઉલટી અને ઝાડા થઈ શકે છે. ઘણી વખત તાવ પણ આવી શકે છે. આવી સ્થિતિમાં સાફસફાઈનું ધ્યાન રાખવું અને હાઈડ્રેટેડ રહેવું જોઈએ.

એપેન્ડિસાઇટિસ

એપેન્ડિક્સના સોજાથી અચાનક તીવ્ર દુખાવો ઉપડી શકે છે. ખાસ કરીને પેટના જમણા નીચા ભાગમાં. આ સાથે ઝાડા, ઉલટી અને તાવ આવવો પણ તેના લક્ષણો હોઈ શકે છે.

ઈરિટેબલ બોવેલ સિન્ડ્રોમ

IBS માં પેટમાં વારંવાર દુખાવો, સોજો, કબજિયાત કે ઝાડા જેવી સમસ્યાઓ થાય છે. તણાવ અને ખાણીપીણીની ખોટી આદત આ સમસ્યાને વધારી શકે છે. આથી જ હળવો અને ફાઇબર યુક્ત આહાર લેવાની અને તણાવ ઓછો કરવાની સલાહ આપવામાં આવે છે

યુરિન ઈન્ફેક્શન

કિડની કે મૂત્ર માર્ગમાં ઈન્ફેક્શન થવાથી પેટ, પીઠ અને કમરમાં દુખાવો થઈ શકે છે. બળતરા અને વારંવાર પેશાબ આવવો તેના સંકેત છે. આવા સંજોગોમાં પૂરતું પાણી પીવું જોઈએ.

પિત્તાશય કે લીવરની સમસ્યા

ગૉલ બ્લેડર સ્ટોન (પથરી) કે લીવરની સમસ્યાથી પેટના ઉપરના ભાગમાં દુખાવો અને ભારેપણું અનુભવાય છે. આ માટે તેલયુક્ત ભોજન ઓછું કરવું અને નિયમિત તપાસ કરાવવી જોઈએ.

શરીરમાંથી દુર્ગંધ કયા કારણોસર આવે છે?