લસણ અને ઘીનું મિશ્રણ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન લેવલ બૂસ્ટ કરવામાં મદદ કરે છે. આ સાથે જ તે સ્ટેમિના વધારવામાં પણ મદદરૂપ થાય છે.
દેશી ઘી શરીરને મજબૂત બનાવવા, એનર્જેટિક રાખવા અને પાચન સુધારવામાં મદદરૂપ સાબિત થાય છે.
લસણમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ્સ, સલ્ફર અને વિટામિન B6 શરીરને રોગ સામે લડવાની ક્ષમતા વધારવા સાથે-સાથે હાર્ટ માટે પણ ફાયદેમંદ હોય છે.
લસણમાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ફંગલ ગુણ મળી આવે છે. જે શરદી, ઉધરસ અને તાવ જેવી સમસ્યામાંથી છૂટકારો અપાવવામાં મદદરૂપ થઈ શકે છે.
લસણને ઘીમાં શેકીને ખાવાથી પાચન શક્તિ મજબૂત બને છે. જેના પરિણામે ગેસ, અપચો અને કબજિયાત જેવી સમસ્યા દૂર થઈ શકે છે.
જો તમને લસણ કે ઘીથી કોઈ પ્રકારની એલર્જી કે કોઈ સમસ્યા હોય, તો તેનું સેવન કરતા પહેલા તબીબની સલાહ અચૂક લેવી જોઈએ.
જો તમે વધુ પડતા લસણ અને ઘીનું સેવન કરો છો, તો એસિડિટી થવાની સાથે-સાથે એલર્જીની સમસ્યાનો સામનો પણ કરવો પડી શકે છે. આથી મર્યાદિત પ્રમાણમાં જ લસણ અને ઘીનું સેવન કરવું જોઈએ.