ભારતીય ઘરોમાં જાવંત્રીનો ઉપયોગ મસાલા તરીકે થાય છે. તેના સેવનથી ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે.
આજકાલ લોકો ડાયાબિટીસની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. બ્લડ શુગર લેવલ વધવાથી શરીરના અંગો પર વિપરીત અસર થાય છે.
જાવંત્રીનો ઉકાળો બનાવવા માટે એક તપેલીમાં અડધો ગ્લાસ પાણી નાંખો અને તેમાં જાવંત્રી ટુકડા નાખો.
હવે તપેલીને સ્ટવ પર મૂકીને પાણીને બરાબર ઉકાળો, પાણી અડધુ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને ગરણી વડે ગાળી લો.
ડાયાબિટીસવાળા લોકોએ દરરોજ 1 કપ જાવંત્રીનો ઉકાળો પીવાથી ડાયાબિટીસ નિયંત્રણમાં રહે છે.
ડાયાબિટીસના દર્દીઓએ સવારે જાવંત્રીનો ઉકાળો પીવો. સવારે ખાલી પેટે 1 કપ જાવંત્રીનો ઉકાળો પીવો.
સ્વાસ્થ્ય સમાચાર વાંચવા માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.