સરગવાને મોરિંગા અથવા ડ્રમસ્ટિક તરિકે ઓળખવામાં આવે છે. તેનો ઉપયોગ વર્ષોથી થઈ રહ્યો છે. આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
સરગવામાં વિટામિન A, C અને E મળી આવે છે. તે એન્ટીઑકિસડન્ટો જેવા પોષક તત્વો મળી આવે છે.
ન્યુટ્રિશનિસ્ટ નમામી અગ્રવાલના જણાવ્યા અનુસાર, સરગવો પુરુષો માટે ખૂબ જ ફાયદાકારક છે. ચાલો જાણીએ તેના ફાયદાઓ વિશે.
વંધ્યત્વની સમસ્યાનો સામનો કરી રહેલા પુરુષો માટે સરગવાના પાવડરનું સેવન ખૂબ ફાયદાકારક છે.
નિષ્ણાંતોના મતે સરગવાના શાકનું સેવન રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
જો તમે વધતા વજનથી પરેશાન છો અને તેને કંટ્રોલ કરવા માંગો છો તો તમે સરગવાનું સેવન કરી શકો છો.
તમે સરગવાનું શાક, સરગવાના પાનનો પાઉડર, ચા, ઉકાળો અને તેના રસનું સેવન કરી શકો છો.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.