ડ્રાય ફ્રુટ્સ ખાવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. જેમાં બદામ પણ સામેલ છે, આજે અમે તમને વધુ પડતી બદામ ખાવાના નુકસાન વિશે જણાવીશું.
બદામમાં કેલ્શિયમ, વિટામિન ઈ, કોપર, મેગ્નેશિયમ, પ્રોટીન, ફાઈબર અને રિબોફ્લેવિન જેવા પોષક તત્વો મળી આવે છે.
બદામ ખાવાથી માત્ર મગજ તેજ નથી થતું પરંતુ તે શરીર માટે પણ ફાયદાકારક છે.
હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓએ વધુ પડતી બદામ ખાવાનું ટાળવું જોઈએ. તે શરીરમાં દવાઓની અસરને ઘટાડે છે.
જો કોઈ વ્યક્તિને પથરીની સમસ્યા હોય તો તેણે બદામ ખાવાનું ટાળવું જોઈએ. તેમાં ઓક્સાલેટ નામનું તત્વ જોવા મળે છે, જે પથરીની સમસ્યાને વધુ વધારી શકે છે.
3 થી 4 બદામથી વધુ બદામ ખાવાથી તમને પેટની સમસ્યા થઈ શકે છે, કારમ કે બદામમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે. તેનું વધુ પડતું સેવન ડાયેરિયા અને પેટમાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે.
બદામમાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે. તેથી તેના વધુ પડતું સેવનથી તમારા શરીરમાં વિટામિન Eની માત્રા વધી જશે, જેનાથી માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યા થઈ શકે છે.
મેદસ્વી લોકોએ બદામનું વધુ પડતું સેવન ટાળવું જોઈએ. તેમાં કેલરી અને ચરબી વધુ હોય છે, જે સ્થૂળતા વધારી શકે છે.
બદામના વધુ પડતા સેવનથી શરીરમાં HCNનું સ્તર વધી જાય છે, જેના કારણે વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
વધુ પડતી બદામનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.આવી વધુ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.