મખાનાને ટેસ્ટી બનાવવા માટે તેને ઘીમાં શેકીને ખાવામાં આવે છે. જો કે તેના ઘણા સ્વાસ્ય લાભો પણ છે, ચાલો જાણીએ તેના સ્વાસ્થ્ય ફાયદા વિશે.
પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાયબર, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, આયર્ન, ઝિંક, પોટેશિયમ, મેંગેનીઝ, થાઈમીન, વગેરે પોષક તત્વો મળી આવે છે.
મખાના અને ઘી બન્નેમાં કેલ્શિયમના ગુણ હોય છે. તેનું સેવન કરવાથી હાડકા મજબૂત થાય છે.
ઘી માં શેકેલા મખાનાનું સેવન કરવાથી પાચનક્રિયા સારી કરે છે.
મખાનાને ઘીમાં શેકીને ખાવાથી તમારા એનર્જી લેવલને જાળવી રાખે છે.
ઘીમાં શેકેલા મખાના રક્ત પ્રવાહ અને પેશાબને નિયંત્રિત કરીને કિડનીના સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે.
ઘીમાં શેકેલા મખાના ખાવાથી બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
ઘીમાં શેકેલા મખાના શરીરમાં હોર્મોનલ સંતુલન જાળવવામાં મદદ કરે છે.
પીરિયડ્સ દરમિયાન મખાના ક્રેવિંગને નિયંત્રિત કરે છે અને ઓવર ઇટિંગથી રોકે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.