શિયાળાની ઋતુની શરૂઆત થવા જઈ રહી છે, ત્યારે ઠંડીથી બચવા માટે વિવિધ ખોરાકોનું સેવન કરવામાં આવતું હોય છે.
શિયાળામાં લીલી મેથીનું સેવન ખૂબ જ ફાયદાકર માનવામાં આવે છે, ચાલો જાણીએ લીલી મેથી ખાવાના ફાયદા વિશે.
લીલી મેથીમાં ફાઇબર, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન અને વિટામીન, પોટેશિયમ, કેલ્શિયમ, સેલેનિયમ, મેંગેનીઝ, મેગ્નેશિયમ, વિટામિન A, B6 અને C જેવા એન્ટી-ઓક્સિડેંટ્સથી ભરપૂર હોય છે.
ફાઈબરથી ભરપૂરઅને ઓછી કેલરી ધરાવતી લીલી મેથીનું સેવન વજન નિયંત્રણ માટે ફાયદાકારક છે.
લીલી મેથીનું સેવન કરવાથી પાચનતંત્ર સારું કામ કરે છે, જેનાથી પેટ સંબંધિત સમસ્યાઓ ઓછી થાય છે.
લીલી મેથીનું સેવન બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરી શકે છે. તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે મેથીનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.
સ્કિન કેર માટે મેથીનું સેવન સારું માનવામાં આવે છે. તેથી તેનું સેવન ત્વચા પરના નિશાન કે ડાઘ ઘટાડવામાં ફાયદાકારક છે.
શિયાળાની સિઝનમાં તમે ઔષધીય ગુણોથી ભરપૂર લીલી મેથીની ભાજી બનાવીને ખાઈ શકો છો.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.