સ્વાદિષ્ટ અને પોચા મેથીના થેપલા બનાવવાની રીત


By Dimpal Goyal20, Mar 2026 02:11 PMgujaratijagran.com

સામગ્રીની તૈયારી

સૌ પ્રથમ તાજી લીલી મેથી લો. તેને સાફ કરી, પાણીથી બરાબર ધોઈ લો અને વધારાનું પાણી નિતારીને એકદમ ઝીણી સમારી લો.

મસાલાનું મિશ્રણ

એક મોટા વાસણમાં ઘઉંનો લોટ લો. તેમાં સ્વાદ મુજબ મીઠું, હળદર, ધાણાજીરું, તલ અને અજમો ઉમેરો. તીખાશ માટે લાલ મરચું અથવા આદુ-મરચાની પેસ્ટ પણ ઉમેરી શકાય.

મેથી અને મોણ ઉમેરવું

હવે લોટમાં સમારેલી મેથી અને 2-3 ચમચી તેલ (મોણ) ઉમેરો. તેલ ઉમેરવાથી થેપલા લાંબા સમય સુધી પોચા રહે છે. બધી સામગ્રીને હાથથી બરાબર મિક્સ કરી લો.

લોટ બાંધવાની રીત

થોડું-થોડું પાણી ઉમેરતા જઈને લોટ બાંધો. ધ્યાન રાખવું કે લોટ બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એટલે કે મીડિયમ સોફ્ટ હોવો જોઈએ.

લોટને આરામ આપવો

બાંધેલા લોટ પર થોડું તેલ લગાવી તેને મસળી લો. ત્યારબાદ તેને ઢાંકીને 10 થી 15 મિનિટ સુધી રહેવા દો, જેથી લોટ બરાબર સેટ થઈ જાય.

થેપલા વણવા

લોટમાંથી નાના-નાના લુવા (ગોળા) બનાવો. કોરો લોટ (અટામણ) લઈ તેને પાતળા અને ગોળ વણી લો. થેપલા જેટલા પાતળા હશે એટલા જ ખાવાની મજા આવશે.

શેકવાની રીત

તવી (લોઢી) ગરમ કરો. તેના પર થેપલું મૂકી બંને બાજુ થોડું તેલ લગાવીને મીડિયમ તાપે શેકો. થેપલા પર હળવી ગુલાબી ભાત પડે એટલે તેને ઉતારી લો. તેને વધુ પડતા ન શેકવા નહીતર તે કડક થઈ શકે છે.

પીરસવાની રીત

ગરમાગરમ મેથીના થેપલા તૈયાર છે! તેને તમે ચા, દહીં, આથાવાળું મરચું, છૂંદો કે સોસ સાથે માણી શકો છો. આ મુસાફરી માટે પણ બેસ્ટ નાસ્તો છે.

વાંચતા રહો

અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

કાચી કેરીનો મુરબ્બો બનાવવાની રીત