સૌ પ્રથમ 1 કિલો સારી ગુણવત્તાની રાજાપુરી અથવા ખાટી કાચી કેરી લો. તેને ધોઈ, છોલી લો અને મીડિયમ સાઈઝના ટુકડા કરો અથવા છીણી લો.
કેરીના ટુકડા/છીણમાં 1 ચમચી મીઠું અને અડધી ચમચી હળદર ભેળવીને 2-3 કલાક માટે રહેવા દો. ત્યારબાદ તેનું વધારાનું પાણી નિતારી લો.
જેટલી કેરી હોય તેટલી જ (અથવા સ્વાદ મુજબ થોડી વધારે) ખાંડ લેવી. સામાન્ય રીતે 1 કિલો કેરી સામે 800 ગ્રામ થી 1 કિલો ખાંડ વપરાય છે.
એક જાડા તળિયાવાળા વાસણમાં કેરી અને ખાંડ મિક્સ કરો. ખાંડ ઓગળવા લાગે ત્યાં સુધી તેને 30 મિનિટ માટે છોડી દો.
હવે વાસણને ગેસ પર મૂકો. મિશ્રણને ધીમા તાપે સતત હલાવતા રહો જેથી ખાંડ નીચે ચોંટી ન જાય.
જ્યારે મિશ્રણ ઉકળવા લાગે અને ચાસણી એક તારની થાય ત્યાં સુધી પકવો. ચાસણી ઘટ્ટ થવી જોઈએ પણ એકદમ કડક ન થઈ જાય તેનું ધ્યાન રાખવું.
ગેસ બંધ કર્યા પછી તેમાં તજ, લવિંગ, ઈલાયચી પાવડર અને જો તીખું ગમતું હોય તો થોડું લાલ મરચું પાવડર ઉમેરો. આનાથી મુરબ્બાનો સ્વાદ અને સુગંધ વધી જશે.
મુરબ્બો સંપૂર્ણપણે ઠંડો પડી જાય એટલે તેને કાચની સાફ બરણીમાં ભરી લો. આ મુરબ્બો આખું વર્ષ સારો રહે છે.
અવનવી રેસીપી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.