શિયાળામાં કેટલાક એવા ફૂડ્સનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે. જે શરીરને અંદરથી ગરમ જાળવી રાખે છે. ઘી-ગોળનું કૉમ્બિનેશન પણ તેમાંથી એક છે.
આજે અમે તમને જણાવીશું કે, શિયાળામાં ઘી-ગોળ ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય છે. તો ચાલો તેના વિશે વિસ્તાર પૂર્વક જાણીએ...
ઘીમાં વિટામિન K, વિટામિન D અને વિટામિન A ઉપરાંત કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે.
જ્યારે ગોળમાં આયરન, ફાઈબર, ફોલેટ, કેલ્શિયમ, પોટેશિયમ, ફાસ્ફોરસ અને એન્ટી ઑક્સિડેન્ટ જેવા પોષક તત્વો મળી આવે છે.
જો તમે કબજિયાતની સમસ્યાથી પરેશાન હોવ, તો એવામાં તમારે ગોળ અને ઘી ખાવા જ જોઈએ, કારણ કે આ કૉમ્બિનેશન ફાઈબરથી ભરપુર હોય છે. જે તમને પેટ સબંધિત સમસ્યાથી બચાવે છે.
ઘી-ગોળનું નિયમિત સેવન કરવાથી શરીરમાં વાત્ત, પિત્ત અને કફ જેવા દોષ સંતુલિત કરવામાં મદદ મળે છે. જેના પરિણામે તમને કફની સમસ્યામાં આરામ મળે છે.
ઘી વાળો ગોળ ડાઈઝેસ્ટિવ એન્જાઈમના સીક્રિએશનને વધારે છે. જેનાથી પાચન સુધરે છે. જો તમને પાચન સબંધિત સમસ્યા રહેતી હોય, તો તમારે ઘી-ગોળ ખાવા જ રહ્યા.