વરિયાળી વાળુ દૂધ એક ઘરેલું ઉપાય છે જે માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.
વરિયાળી અને દૂધમાં ફાઇબર, એન્ટીઑકિસડન્ટો, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળે છે.
વરિયાળી વાળા દૂધમાં ફાઈબર અને એન્ટીઓક્સીડેન્ટ પેટમાં ગેસ, એસિડિટી અને અપચો જેવી સમસ્યાઓને દૂર કરી પાચનતંત્રને મજબૂત બનાવવામાં મદદ કરે છે.
જો તમને અનિદ્રાની સમસ્યા હોય, તો વરિયાળી વાળું દૂધ તમારા માટે રામબાણ ઈલાજ છે.
વરિયાળી વાળું દૂધ મેટાબોલિઝમ વધારે છે, જે વજન ઘટાડવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે.
વરિયાળી વાળું દૂધ મહિલાઓ માટે ફાયદાકારક છે. તે પીરિયડ્સ દરમિયાન દુખાવો ઓછો કરવામાં મદદ કરે છે.
વરિયાળી વાળું દૂધ બનાવવું ખૂબ જ સરળ છે. એક ગ્લાસ દૂધમાં એક ચમચી વરિયાળી નાખીને ધીમી આંચ પર પકાવો છી તે થોડું ઠંડુ થાય એટલે ગરણી વડે ગાળીને પીવો.
સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.