Spinach Side Effect: શિયાળામાં પાલક બની શકે છે ઝેર, આ લોકોએ ખાવાથી દૂર જ રહેવું


By Sanket M Parekh20, Dec 2024 04:04 PMgujaratijagran.com

શિયાળામાં પાલકનું સેવન

શિયાળામાં લીલા પાનવાળા શાકભાજી ખાવાની સલાહ આપવામાં આવે છે. આ લીલા શાકભાજીમાં પાલક પણ સામેલ છે, જે સૌ કોઈને ભાવતી હોય છે.

આ લોકો ના ખાય પાલક

આજે અમે આપને જણાવીશું કે, કોણે ભૂલથી પણ પાલકનું સેવન ના કરવું જોઈએ? તો ચાલો તેના વિશે વિગતવાર જાણીએ...

પોષક તત્વોથી ભરપુર

પાલકમાં વિટામિન A, વિટામિન C, વિટામિન K, આયરન, ફોલેટ, બીટા કેરોટીન અને લ્યૂટી જેવા પોષક તત્વો મળી આવે છે.

સાંધાના દુખાવામાં ના ખાવ

સાંધાના દુખાવા અને સોજાનો સામનો કરી રહેલા વ્યક્તિઓએ પાલક ખાવાનું ટાળવું જોઈએ, કારણ કે પાલકમાં ઑક્સાલિક એસિડની સાથે પ્યૂરિન પણ હોય છે.

કિડની સ્ટોનમાં ના ખાવ

કિડની સ્ટોનમાં પાલક ના ખાવી જોઈએ. પાલકમાં ઑક્સાલિક એસિડ અને કેલ્શિયમ હોય છે. આમ છતાં જો તમે પાલક ખાવા માંગતા હોવ, તો પહેલા તબીબની સલાહ લેવી જોઈએ.

આવી દવાઓ સાથે ના ખાવ

પાલકમાં વિટામિન K મળી આવે છે. એવામાં જે લોકો લોહી પાતળું કરવાની દવા લઈ રહ્યા હોવ, તો તેમણે પણ પાલક ખાવાનું ટાળવું જોઈએ.

એલર્જીમાં ના ખાવ

જો તમને કોઈ પ્રકારની એલર્જીની સમસ્યાનો સામનો કરી રહ્યા હોવ તો તમારે પણ પાલક ના ખાવી જોઈએ, કારણ કે તેનાથી તમારી સમસ્યા વકરી શકે છે.

નબળી પાચન શક્તિ

જે લોકોની પાચન શક્તિ નબળી રહેતી હોય, તેમણે પણ પાલકનું સેવન ના કરવું જોઈએ, કારણ કે પાલકમાં પુષ્કળ પ્રમાણમાં ફાઈબર હોય છે, જે તમારી પેટ સબંધિત સમસ્યા વધારી શકે છે.

Raisin Water: પરણિત પુરુષો માટે વરદાન છે કિશમિશનું પાણી, પીવા માત્રથી આવશે ઘોડા જેવો સ્ટેમિના