શિયાળો શરૂ થયો એટલે ગરમાગરમ સૂપની મજા જ કંઈ અલગ હોય છે!, આ લસણ કોથમીર સૂપ માત્ર સ્વાદિષ્ટ જ નહીં, પણ શરદી, ખાંસી અને કફમાં રાહત આપનાર ઘરગથ્થુ ઉપાય છે. ચાલો જાણીએ આ સરળ અને આરોગ્યવર્ધક સૂપ કેવી રીતે બનાવવું.
1 ચમચી તેલ અથવા ઘી, 1/2 તજની લાકડી, 8-9 લસણની કળી, સમારેલી મુઠ્ઠીભર કોથમીરની ડાળીઓ,સમારેલી મુઠ્ઠીભર કોથમીરના પાન, 8-10 કાળા મરીનો પાઉડર, મીઠું સ્વાદ મુજબ, 2 કપ પાણી, 1 લીંબુનો રસ
એક કડાઈમાં તેલ અથવા ઘી ગરમ કરો. ત્યારબાદ તેમાં તજની લાકડી અને લસણની કળીઓ નાખો. લસણને 2 મિનિટ સુધી સાંતળો જ્યાં સુધી તે હળવા બ્રાઉન રંગની થાય અને સુગંધ આવે.
હવે તેમાં ઝીણી સમારેલી કોથમીરની ડાળીઓ ઉમેરો. તેને એક મિનિટ સુધી કુક થવા દો જેથી સ્વાદ ભળી જાય.
હવે તેમાં 2 કપ પાણી ઉમેરો. સાથે કાળા મરીનો પાવડર અને મીઠું ઉમેરો. અંતમાં સમારેલા કોથમીરના પાન પણ નાખો.
સૂપને 3-4 મિનિટ સુધી ઉકળવા દો જેથી બધા સ્વાદ સારી રીતે મિક્સ થઈ જાય.
હવે ગેસ બંધ કરો. સૂપ ગરમાગરમ બાઉલમાં ભરો અને ઉપરથી લીંબુનો રસ નીચોવો, તૈયાર છે ગરમાગરમ લસણ કોથમીર સૂપ!
તમે ઈચ્છો તો થોડું આદુ પણ ઉમેરી શકો, વધુ રાહત માટે દૂધ કે ક્રીમ વગરનું આ સૂપ હળવું અને ડિટોક્સિંગ છે.
અવનવી વાનગી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.