Potatoes Side Effects: વધુ પડતા બટાકા ખાવાથી વધી શકે છે આ સમસ્યા


By Sanket M Parekh18, Dec 2024 03:40 PMgujaratijagran.com

બટાકાનું કૉમ્બિનેશન

બટાકા એક એવું શાક છે, જે કોઈ પણ શાક સાથે ભળી જાય છે અને તેનું સ્વાદિષ્ટ શાક બની શકે છે. આજ કારણોસર લોકોની ડાયટમાં બટાકા તો અચૂક મળી જશે. જો કે વધુ પડતા બટાકા ખાવાથી શરીરને નુકસાન પણ થઈ શકે છે.

વધુ પડતા બટાકાનું સેવન

મર્યાદિત પ્રમાણમાં બટાકા ખાવાથી સ્વાસ્થ્યને ફાયદો થાય છે. જો કે વધુ પડતા બટાકા ખાવાથી વ્યક્તિને કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તો ચાલો તેના વિશે જાણીએ...

મોટાપાની સમસ્યા

વધુ પડતા બટાકાનું સેવન કરવાથી મોટાપાની સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. હકીકતમાં બટાકામાં રહેલ કાર્બોહાઈડ્રેટ શરીરનું વજન વધારે છે.

કિડનીની સમસ્યા

જો કોઈ વધુ પડતા બટાકાનું સેવન કરે છે, તો તેને કિડની સાથે સંકળાયેલી સમસ્યા થઈ શકે છે, કારણ કે તેમાં હાઈપોટેશિયમ હોય છે.

પાચનની સમસ્યા

બટાકાની તાસીર ગરમ હોય છે. જેથી તેનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ, કારણ કે તેનાથી પાચન સબંધિત સમસ્યા વકરી શકે છે.

સંધિવાની સમસ્યા વકરે

જો તમને સંધિવાની બીમારી હોય, તો તમારે બટાકાનું વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ. હકીકતમાં બટાકામાં રહેલ કાર્બોહાઈડ્રેટ સાંધાના દુખાવાને વધારી શકે છે.

Milk Benefits: રાત્રે દૂધ પીવાથી ફાયદો કે નુકસાન? જાણો નિષ્ણાતનો અભિપ્રાય