ઘણીવાર લોકો રાત્રે સૂતા પહેલા દૂધ પીવે છે, પરંતુ ઘણા લોકો તેના ફાયદા કે નુકસાન વિશે જાણાતા નથી, ચાલો જાણીએ.
દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, વિટામિન ડી અને બી12 જેવા જરૂરી પોષક તત્વો હોય છે, જે હાડકાં અને સ્નાયુઓને મજબૂત બનાવે છે.
દૂધમાં ટ્રિપ્ટોફેન હોય છે, સૂતા પહેલા એક ગ્લાસ નવશેકું દૂધ પીવાથી સારી અને ગાઢ ઊંઘ આવે છે.
દૂધમાં કેસીન પ્રોટીન હોય છે, જે માંસપેશીઓની રિકવરી અને પુનઃપ્રાપ્તિમાં મદદ કરે છે. વર્કઆઉટ પછી તમે દૂધ પી શકો છો, તેનાથી તમને ફાયદો થશે.
દૂધ પીવાથી શરીરમાં પાણીની કમી નથી થતી. આ એક હાઇડ્રેટિંગ પીણું છે, જે શરીરને તાજગી અને ઉર્જા આપે છે.
ઘણા લોકો લેક્ટોઝને પચાવી શકતા નથી. આવા લોકો જો રાત્રે દૂધ પીવે તો પેટની સમસ્યા થઈ શકે છે. જો દૂધ તમને અનુકૂળ ન આવે તો તેને પીવાનું ટાળો.
દૂધમાં કેલરી હોય છે, ખાસ કરીને જો તમે તેને સૂતા પહેલા પીતા હોવ. જો તમે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યા છો તો આ વાતનું ધ્યાન રાખો.
રાત્રે દૂધ પીવાથી કેટલાક લોકોને એસિડ રિફ્લક્સની સમસ્યા થઈ શકે છે. જો તમને ગેસ્ટ્રોએસોફેજલ રિફ્લક્સ હોય, તો તેને રાત્રે પીશો નહીં.
રાત્રે દૂધ પીવાના ફાયદા અને નુકસાન બંને હોઈ શકે છે. તમારા શરીરની જરૂરિયાતો અને સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને દૂધનું સેવન કરો.
આરોગ્ય સંબંધિત વધુ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.