વિટામિન B12 તમારા મગજ અને DNA માટે જરૂરી છે. આ સિવાય આ વિટામિન શરીરમાં લાલ રક્તકણો બનાવવામાં પણ મદદ કરે છે.
શરીરમાં B12ની ઉણપના કારણે માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે અને એનિમિયા થઈ શકે છે.
B12ની ઉણપને કારણે ચાલવામાં અને બોલવામાં મુશ્કેલી, સ્નાયુઓમાં નબળાઇ, કળતર, મૂંઝવણ વગેરે જેવા લક્ષણો જોવા મળે છે.
વિટામિન C, A, B3, B1, B2, B9, B5, B6, સેલેનિયમ, આયર્ન, લ્યુટીન, ઝેક્સાન્થિન, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે જેવા પોષક તત્વો હોય છે.
ખજૂરની તાસીર ગરમ હોય છે તેથી તે શિયાળામાં ખાવામાં આવે તો ઘણા ફાયદા મળે છે
ખજૂરનું સેવન કરવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે સાથે સાથે પાચનમાં પણ મદદ મળે છે, ઠંડીથી રક્ષણ મળે છે અને હાડકાં અને સ્નાયુઓને પણ ફાયદો થાય છે.
રોજ સવારે નાસ્તામાં ગરમ દૂધમાં ચાર ખજૂર ઓગાળીને ખાઈ શકો છો.આનાથી બી કોમ્પ્લેક્સના અન્ય વિટામીનની સાથે વિટામીન B12 પણ વધશે.
દૂધ અને ખજૂરનું મિશ્રણ બી કોમ્પ્લેક્સ વિટામિન્સની ઉણપને પૂર્ણ કરે છે અને ઘણા પોષક તત્વોથી ભરપૂર છે.
સ્વાસ્થ્ય સંબંધીત તમામ અપડેટ માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.